નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પર લાગેલા ગંભીર આરોપોને બધા પોતાની દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજ પર પોર્ન ફિલ્મ બનાવવા અને એક ખાસ એપ્લિકેશન દ્વારા તેને રિલીઝ કરવા જેવા આરોપ લાગ્યા છે, ત્યારબાદ અનેક સેલિબ્રિટી આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હવે ઇન્ડસ્ટ્રીના સેલ્ફ ક્લેમ ક્રિટિક કમાલ રાશિદ ખાન (Kamaal Rashid Khan) ની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
કમાલ રાશિદ ખાનનું વિવાદિત ટ્વીટ
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા કમાલ રાશિદ ખાને એક ટ્વીટમાં કહ્યુ કે, રાજ કુન્દ્રા પોર્ન ઈન્ડસ્ટ્રીના કિંગ બનવા ઈચ્છતા હતા. એટલું જ નહીં કમાલ રાશિદ ખાને પોતાના ટ્વીટમાં લખ્યુ કે રાજ દુનિયાભરમાં પોર્ન ફિલ્મોનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરાવવા ઈચ્છતો હતો. તેણે મુંબઈ પોલીસના હવાલાથી આ વાતો પોતાના ટ્વિટર હેન્ડલ પર લખી છે.
કમાલ રાશિદ ખાને કહી આ વાત
KRK એ લખ્યુ- મુંબઈ પોલીસ પ્રમાણે રાજ કુન્દ્રા પોર્ન ઇન્ડસ્ટ્રીનો બાદશાહ બનવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તે દુનિયાભરમાં પોર્નનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવા જઈ રહ્યો હતો. વાહ શું પ્લાન છે, કુન્દ્રા ભાઈની જય હો. શિલ્પા ભાભીની જય હોય. થોડા સમય બાદ KRK એ પોતાનું આ ટ્વીટ ડિલીટ કરી દીધું પરંતુ ત્યાં સુધી વાયરલ થઈ ગયું હતું.
શૂટિંગ પર જતી નથી શિલ્પા
મહત્વનું છે કે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ કુન્દ્રા પરિવાર તણાવમાં છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) જે એક ડાન્સ રિયાલિટી શોની જજ છે. તે રાજની ધરપકડ બાદ શૂટિંગ માટે પહોંચી નથી. તેની જગ્યાએ મેકર્સે કરિશ્મા કપૂરને સેટ પર બોલાવી છે અને પરિવારમાં સ્થિતિ સામાન્ય ન થવા સુધી માનવામાં આવી રહ્યું છે કે કરિશ્મા શો સંભાળશે.
આ પણ વાંચોઃ પોર્નોગ્રાફી કેસ: 'ગંદા કામ'માં પતિને હતો શિલ્પા શેટ્ટીનો સાથ? પોલીસે આપ્યો આ જવાબ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે