Home> Entertainment
Advertisement
Prev
Next

રહસ્યમય પરિસ્થિતીમાં થયું એક્ટ્રેસનું મોત, પરંતુ આ કારણથી નહીં થઆ રહ્યું પોસ્ટમાર્ટમ?

'કંચના 3' (Kanchana 3) સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી એલેક્ઝાન્ડર જાવીનું (Alexander Djavi) શુક્રવારે ઉત્તર ગોવાના સિઓલીમ ગામમાં નિધન થયું છે. તે તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી

રહસ્યમય પરિસ્થિતીમાં થયું એક્ટ્રેસનું મોત, પરંતુ આ કારણથી નહીં થઆ રહ્યું પોસ્ટમાર્ટમ?

નવી દિલ્હી: 'કંચના 3' (Kanchana 3) સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી એલેક્ઝાન્ડર જાવીનું (Alexander Djavi) શુક્રવારે ઉત્તર ગોવાના સિઓલીમ ગામમાં નિધન થયું છે. તે તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. હકીકતમાં ગોવા પોલીસ અભિનેત્રીના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે રશિયન કોન્સ્યુલેટની મંજૂરીની રાહ જોઈ રહી છે.

fallbacks

ક્યાં રાખવામાં આવ્યો મૃતદેહ?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અભિનેત્રીનો મૃતદેહ મડદાઘરમાં રાખવામાં આવ્યો છે અને તેઓ શબ પરીક્ષણ માટે રશિયન કોન્સ્યુલેટમાંથી NOC ની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને રશિયન અભિનેત્રીના બોયફ્રેન્ડનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- બેલ બોટમની એક્ટ્રેસ વાણી કપૂર હોટલમાં કરતી હતી આ કામ, આ રીતે બદલાઈ કિસ્મત

બોયફ્રેન્ડનું નિવેદન નોંધાયું
અભિનેત્રીનો પ્રેમી એ જ એપાર્ટમેન્ટમાં અભિનેત્રી સાથે રહેતો હતો. અભિનેત્રીનું અવસાન થયું ત્યારે તે બહાર ગયો હતો. દરમિયાન, મુંબઈમાં રશિયન કોન્સ્યુલેટમાં ગોવાના પ્રતિનિધિ એડવોકેટ વિક્રમ વર્માએ પોલીસને મહિલાના મોત મામલે ચેન્નઈ સ્થિત ફોટોગ્રાફરની "સંભવિત ભૂમિકા"ની તપાસ કરવા વિનંતી કરી.

આ પણ વાંચો:- અભિનેત્રીને ભેટી ભેટીને ડાન્સ કરતા જોવા મળ્યા રામ ગોપાલ વર્મા, Video જોઈને લોકોના ધૂમાડા નીકળી ગયા

ફોટોગ્રાફર પર શંકા શા માટે?
તમને જણાવી દઇએ કે, રશિયન મહિલાએ ચેન્નઈ સ્થિત ફોટોગ્રાફર પર 2019 માં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
(ઇનપુટ: એજન્સી ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More