નવી દિલ્લીઃ કંગના રનોતના શોમાં મંદાના કરીમીએ ખુલાસો કર્યો છે કે, ડાયરેક્ટરે તેને પ્રેગ્નેટ કરીને તરછોડી દીધી હતી જે પછી એક્ટ્રેસે અબોર્શન કરાવવું પડ્યું હતું. બોલીવુડ અભિનેત્રી કંગના રાનૌત આ દિવસોમાં OTTરિયાલિટી શો 'લોક અપ' હોસ્ટ કરી રહી છે. એક્ટ્રેસના આ શોમાં કંટેસ્ટેંટની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ લીસ્ટમાં અભિનેત્રી મંદાના કરીમીનું નામ પણ જોડાઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીનું કાળુ સત્ય જાણીને દરેક કંટેસ્ટેંટના આંખમાં આસું આવી ગયા.
કરાવવું પડ્યું અબોર્શન:
સોશિયલ મીડિયામાં આ શોની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મંદાના શોમાં પોતાનું દુખ પ્રગટ કરતી દેખાઈ રહી છે. તેને કહ્યું કે, બન્નેએ સેટલ થવાનો નિર્ણય લીધો હતો અને બાળકનું પ્લાનિંગ પણ કર્યું હતું પરંતુ આવું થવા પર તે ડાયરેક્ટર ડરી ગયો અને મંદાનાને અબોર્શન કરાવવું પડ્યું, આટલું જણાવતા જણાવતા એક્ટ્રેસ મંદા રડવા લીગી આટલું જ નહીં તેની સાથેના કંટેસ્ટેંટ પણ આ સાંભળની રડવા લાગ્યા.
ડાયરેક્ટર પાછો પડ્યો:
શોના પ્રોમો વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કંગના રનૌતે જ્યારે સિક્રેટ શેર કરવાનું કહ્યું, ત્યારે તે સૌથી પહેલ બઝ દબાવે છે. મંદાએ કહ્યું, જે સમયે હું " જે સમયે હું સેપ્રેશન સાથે જજુમી રહી હતી ( તે ગૌરવ ગુપિતા સાથે તેના તલાકની વાત કરી રહી હતી) મારી એક સીક્રેટ રિલેશનશિપ હતી. મારો સબંધ ખૂબ પ્રસિદ્ધ નિર્દેશક સાથે હતો. જે મહિલાના અધિકારોની વાતો કરે છે. તે ઘણા લોકો માટે આઈડિયલ પણ છે. અમે પ્રેગ્નેંસીનો પ્લાન કર્યો અને જ્યારે હું પ્રેગ્નેટ થઈ ત્યારે તે ફરી ગયો તેને મારા માટે ગણું બધુ પૂર્ણ કરી દીધુ.
.@manizhe ke secret revelation se hua #LockUpp emotional.
Watch the Judgement Day episode streaming tonight at 10:30 pm
Play the @LockuppGame now. pic.twitter.com/R7jGtL0tbc
— ALTBalaji (@altbalaji) April 10, 2022
મંદાના કરીમી-ગૌરવ ગુપ્તાના લગ્નઃ
તમને જણાવી દઈએ કે, મંદાના કરીમીએ વર્ષ 2017માં બિઝનેશમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. જો કે પોતાના લગ્ન પહેલા 2 વર્ષ સુધી બન્ને એક બીજાને ડેટ કરતા હતા, લગ્નના થોડાક મહિનામાં જ મંદાના તેના પતિથી અલગ થઈ ગઈ હતી. મંદાએ પોતાના પતિથી અલગ થવાનું કારણે ઘરેલું હિંસા બતાવ્યું હતું. માત્ર ગૌરવ પર નહીં તેના ઘરના સભ્યો પર પણ મંદાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. ગયા વર્ષે જ મંદાના અને ગૌરવના છૂટાછેડા થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે