નવી દિલ્હીઃ કંગના રનૌત બોલીવુડની એક્ટ્રેસમાની એક છે જે એક્ટ્રેસ પોતાની દરેક વાતને નીડરતાથી દુનિયાની સામે મુકે છે. હાલમાં જ કંગનાએ એક ફોટો શેર કર્યો હતો તેમા તેને જે કપડા પહેર્યા હતા તેને લઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી અને સવાલો ઉઠાવ્યા હતા. આ લોકોને કંગનાએ આપ્યો જવાબ.
કંગના રનૌત બોલિવૂડ ફિલ્મોની સાથે-સાથે નિવેદનો આપવાને લઈને પણ ફેમસ છે. તે દરેક મુદ્દા પર ખુલીને પોતાની વાત મુકે છે. જે તેને ઘણી વખત ભારે પણ પડી ચુક્યું છે પરતું કંગનાએ ક્યારેય હાર નથી માની. તાજેતરમાં જ કંગનાના ફોટો વાયરલ થયા હતા જેમાં તેને એક પાર્ટીમાં બ્રાલેટ પહેરી હતી જેના કારણે તેની ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી. પરંતુ તકંગનાએ ટ્રોલ કરવાવાળા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ
આ દરેક લોકોને જડબાતોડ જવાબ આપત કંગનાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક પેઇન્ટિંગ શેર કરી જેમાં પ્રાચીન ભારતીય વસ્ત્રો પહેરેલી એક મહિલા જોવા મળે છે. આ પેન્ટિંગને શેર કરતા કંગનાએ લખ્યું, જે લોકો મને સનાતન ધર્મનું જ્ઞાન આપી રહ્યા છે કૃપા કરી સમજો તમે Abrahamic જેવા લાગી રહ્યા છો.
ટ્રાન્સપરન્ટ બ્રાલેટ પહેરવા પર ટ્રોલ થઈ હતી કંગના
કંગનાએ બુડાપેસ્ટમાં પોતાની ફિલ્મ ધાકડની શૂટિંગ પૂર્ણ કરી જે પછી તેને આખી ટીમના સાથે એક પાર્ટી રાખી આ પાર્ટીમાં કંગનાએ ટ્રાન્સપરન્ટ બ્રાલેટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું જે ને જોઈને ઘણા લોકોએ તેને સંસ્કૃતિને ટાંકીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચોઃ રાતોરાત કરીનાએ બદલ્યો હતો સેરોગસીનો નિર્ણય, સૈફ અલી ખાને પુસ્તકમાં કર્યો ખુલાસો
લોકોએ કરી આવી કોમેન્ટ
કંગનાના આ ફોટા પર કોમેન્ટ કરતા એક યૂઝર્સે લખ્યું કે તમારે ટ્રાન્સપરન્ટ બ્રા પહેરવાની શું જરૂર હતી. તો બીજા યૂઝર્સે જણાવ્યું કે, જ્યારે તમે તમારી ઈમે જ એક સભ્ય સનાતન મહિલાની બનાવી છે તો આ બધાની શું જરૂર છે? ત્રીજા યૂઝર્સે લખ્યું આ પ્રકારના ફોટા શેર ના કરવા જોઈએ કેમકે તમે રોલ મોડલ છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે