નવી દિલ્લીઃ કંગનાના બોલ્ડ લુકથી ફેન્સના ઉડ્યા હોસ, ટ્રાન્સપરન્ટ બ્રાલેટમાં જોવા મળી કંગના. કંગના રનૌતે (Kangana Ranaut) હમણા જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. કંગનાના આ ફોટા સોશલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. બોલીવુડના ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ખૂબ વ્યસ્ત રહે છે. કંગના પોતાની પોસ્ટના કારણે હંમેશા વિવાદોમાં રહે છે. આ વખતે કોઈ નિવેદનના કારણે નહીં પરંતુ બોલ્ડ ફોટો શૂટના કારણે ચર્ચામાં છે.
કંગના (Kangana Ranaut bold shoot) ફિલ્મ 'ધાકડ' ની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મના સેટ પરથી તે સતત ફોટાઓ પડાવી ફેન્સને સોશલ સાઈટ્સ પર શેર કરી રહી છે. ફિલ્મમાં એક્ટ્રેસનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. હાલમા જ કંગનાએ પોતાના બે ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે જે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં કંગનાનું ગ્લેમરસ લુક યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. એક્ટ્રેસે ન્યૂડ કલરની ટ્રાન્સપરન્ટ બ્રાલેટ પહેરી છે. આ સાથે તેમને ઓફ વ્હાઈટ રંગનું પેન્ટ પહેર્યું છે. લુકને પૂર્ણ કરવા માટે ગોલ્ડન ચેઈન પહેરી છે જેમાં તે બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે.
એક્ટ્રેસની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે કંગનાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,' મુહોબ્બતમાં નથી ફર્ક જીવવા અને મરવાનો, તેને જ જોઈને જીવીએ છીએ જે કાફીર પર દમ નીકળે' જણાવી દઈએ કે કંગનાની ફિલ્મ 'થલાઈવી' લાંબા સમયથી રિલિઝ થવા માટે તૈયાર છે પરંતુ કોરોનાના કારણે આ ફિલ્મને હજુ સુધી રિલિઝ કરી શકાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે