Home> Entertainment
Advertisement
Prev
Next

કંગનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો...વીડિયો જોઈ ભલભલાને થવા લાગે છે ગલગલિયાં

કંગના રનૌત તેની આગામી ફિલ્મ ધાકડ લઈને જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર આવી રહી છે. જેના પહેલા ગીતનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં કંગનાનો અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.

કંગનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો...વીડિયો જોઈ ભલભલાને થવા લાગે છે ગલગલિયાં

નવી દિલ્લીઃ બોલીવુડની બોલ્ડ બાળા કંગના ફરીવાર ચાહકોને સરપ્રાઈઝ કરવા આવી ગઈ છે. કંગનાએ તેની અપકમિંગ મુવી ધાકડના પહેલા ગીતનું એક ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કંગનાએ ફિલ્મ ધાકડનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને સાથે  She's on Fire ગીતનુ ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે બેહદ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

fallbacks

બોલ્ડનેસની હદો કરી પાર-
ગીતનું ટીઝર કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. ગીતમાં કંગનાને જોઈને ચાહકો ચોંકી ગયા છે. તમે પણ આ ટીઝર જોઈ લો.

 

 

બાદશાહનું છે ગીત-
આ ગીતમાં બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે. જેમાં કંગનાની સાથે અર્જુન રામપાલ પણ જોવા મળી રહ્યા છે. ગીતમાં કંગના અનેક અવતારોમાં જોવા મળી રહી છે. ગીતનું ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું છે કે, આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ તેને બુઝાવી નહીં શકે.

આ દિવસે આવે ફિલ્મ-
ધાકડ એક એક્શન થ્રિલર છે. જેમાં કંગના એક્શન અવતારમાં જોવા મળશે. કંગના બંદૂક ચલાવતી અને વિલેન સાથે ફાઈટ કરતી જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર રજનીશ ઘાઈ છે. સાથે આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. 24મે એ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More