Home> Entertainment
Advertisement
Prev
Next

'સીતા' માટે કંગના રનૌતનું નામ થયું ફાઇનલ, 'બાહુબલી' સાથે છે આ ખાસ કનેક્શન

કંગના રનૌતની સાથે એક તસવીર શેર કરતા અલૌકિક દેસાઈએ કેપ્શનમાં કહ્યુ- આ મારા જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ છે. 

'સીતા' માટે કંગના રનૌતનું નામ થયું ફાઇનલ, 'બાહુબલી' સાથે છે આ ખાસ કનેક્શન

નવી દિલ્હીઃ પોસ્ટર રિલીઝ કર્યા બાદથી ફિલ્મ 'સીતા' (Sita) સતત ચર્ચામાં છે. ફિલ્મમાં રામાયણની (Ramayana) કહાનીને સીતાના દ્રષ્ટિકોણથી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અલૌકિક દેસાઈના ડાયરેક્શનમાં બની રહેલા આ ફિલ્મમાં પહેલા દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને કાસ્ટ કરવાના અહેવાલો હતા પછી બાદમાં કહેવામાં આવ્યું કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. 

fallbacks

કંગના નિભાવશે સીતાની ભૂમિકા
પરંતુ ત્યારબાદ આ બંને અભિનેત્રીઓનું પત્તુ કરાયું અને હવે નવા અપડેટ પ્રમાણે કંગના રનૌત (Kangana Ranaut) આ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરવા માટે થઈ રહેલી કાસ્ટિંગની લાંબી ખેંચતાણ બાદ હવે 4 વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલી કંગના રનૌત (Kangana Ranaut) ને ફાઇનલ કરવામાં આવી છે. ડાયરેક્ટર અલૌકિક દેસાઈ (Alaukik Desai) એ ખુદ એક પોસ્ટ કરી આ વાતની પુષ્ટિ કરી છે. 

સાથે હશે બાહુબલીના રાઇટર
કંગના રનૌત (Kangana Ranaut) ની સાથે એક તસવીર શેર કરતા અલૌકિક દેસાઈએ કેપ્શનમાં લખ્યુ- આ મારા જીવનની સૌથી ગૌરવાન્વિત કરનારી ક્ષણ છે કે દેવી લક્ષ્મીની કૃપાથી હું મારા ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યો છે. સીતા- ધ ઇનકાર્નેશન. થ્રિલરનો મારો અનુભવ આસમાને છે કારણ કે બાહુબલી લેખક કેવી વિજેન્દ્ર પ્રસાદ સર કહાનીના લેખત તરીકે અને મનોજ મુંતશિર ડાયલોગ તથા લિરિક્સ રાઇટર તરીકે મારી સાથે જોડાયા છે. 

આ પણ વાંચોઃ Salman ની ગર્લફ્રેન્ડ Katrina કરશે આ Actor સાથે લગ્ન? શું છુપાઈને કરી લીધી છે સગાઈ?

ક્યારે આવશે કંગનાનો સીતા લુક
મહત્વનું છે કે આ જાહેરાત બાદ હવે ફેન્સ રાહ જોશે કે કંગના રનૌતનો સીતાવાળા લુકની પ્રથમ તસવીર ક્યારે આવશે. કંગના રનૌત પણ માયથોલોજિકલ ડ્રામા ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત હશે. મહત્વનું છે કે કંગના પહેલા કરીના કપૂર ખાનને આ ફિલ્મ માટે લેવાની હતી પરંતુ તેણે એટલી બધી ફી માંગી કે મેકર્સ બેકફૂટ પર આવી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More