નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) બહુ જલ્દી પોતાના ચાહકો માટે નવી ફિલ્મ પંગા (Panga) લઈને આવી રહી છે. હાલમાં તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વીટ કર્યો છે. આ ફિલ્મમાં કંગના માતાનો રોલ ભજવવા તૈયાર છે. કંગનાએ આ પહેલા મણિકર્ણિકામાં માતાનો રોલ ભજવ્યો હતો અને હવે તે પંગામાં ફરી માતાનો રોલ ભજવી રહી છે.
WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ
Jo sapne dekhte hain woh #Panga lete hain. Jaya ki kahaani hum sab se judi hai. Trailer out on 23rd December 2019 #Pangastories@foxstarhindi @Ashwinyiyer @jassiegill @RichaChadha @Neenagupta001 @YagyaBhasin #NikhilMehrotra @ShankarEhsanLoy @Javedakhtarjadu pic.twitter.com/zsoE7MhdKf
— Team Kangana Ranaut (@KanganaTeam) December 19, 2019
'પંગા'માં કંગના નેશનલ કબડ્ડી પ્લેયરનો રોલ ભજવી રહી છે. થોડાં સમય પહેલાં ફિલ્મની ડિરેક્ટર અશ્વિની અય્યર તિવારીએ ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'પંગા' 24 જાન્યુઆરી 2020એ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના સહિત ઋચા ચડ્ડા, નીના ગુપ્તા, જસ્સી ગિલ અને પંકજ ત્રિપાઠી પણ છે. ફિલ્મનો ક્લેશ વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સ્ટારર 'સ્ટ્રીટ ડાન્સર 3ડી' સાથે થશે. આ બંને ફિલ્મોની રિલીઝ ડેટ એક જ છે.
Bunty Aur Babli 2 : રાની અને સૈફ સુપરહિટ ફિલ્મના બીજા ભાગમાં સાથે, વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ
સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મના ટ્રેલરમાં ભરપૂર ડાન્સ જોવા મળ્યો છે. રેમોએ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો એન્ગલ નાખ્યો છે. વરુણ ધવન ભારતીય છે તો શ્રદ્ધા કપૂર પાકિસ્તાની છે. રિપબ્લિક ડે પર આવતી આ ફિલ્મમાં દેશભક્તિ ગીત ‘મિલ સુર મેરા તુમ્હારા’નો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે