Home> Entertainment
Advertisement
Prev
Next

Video : કરણી સેનાને મળી છે માથું ભાંગે એવી કંગના, આપ્યો બોલતી બંધ થાય એવો વળતો જવાબ

કંગનાની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા' 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે

Video : કરણી સેનાને મળી છે માથું ભાંગે એવી કંગના, આપ્યો બોલતી બંધ થાય એવો વળતો જવાબ

મુંબઈ : હાલમાં કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'ની રિલીઝ વખતે ચર્ચા છે. થોડા સમય પહેલાં કરણી સેનાએ ફિલ્મની રિલીઝ રોકવા માટે ચેતવણી આપી છે. હવે કંગનાએ પણ કરણી સેનાને સણસણતો જવાબ આપ્યો છે. હાલમાં કરણી સેનાએ ડિમાન્ડ કરી છે કે કંગના તેની માફી માગે પણ કંગનાએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો છે. 

fallbacks

કંગનાએ જવાબ આપતા કહ્યું છે કે ''મણિકર્ણિકા મારી કોઈ સંબંધી નથી પણ આખા દેશની દીકરી છે. આ મામલામાં કરણી સેનાએ સહયોગ આપવો જોઈએ અને બધાએ આગળ વધીને ફિલ્મને ટેકો આપવો જોઈએ. મને કારણ વગરનો ઇગો દેખાડવાની જરૂરી નથી. હું કોઈની માફી નથી માગતી. જ્યાં સુધી મારી ભુલ નથી હોતી ત્યાં સુધી હું માફી નથી માગતી.''

કરણી સેનાએ ધમકી આપી છે કે જો તેમને ફિલ્મ દેખાડવામાં નહી આવે તો તોડફોડ કરશે અને ફિલ્મ થિયેટરોમાં રિલિઝ નહી થવા દે. આ ફિલ્મમાં કંગના માત્ર લીડ રોલ જ નથી કરી રહી પણ તેણે આ ઐતિહાસિક ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે. કરણી સેનાની ધમકી પછી એક ઓનલાઇન પોર્ટલ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે , ચાર ઇતિહાસકારોએ મણિકર્ણિકા જોઇ છે. અમે સેન્સરનું સર્ટિફિકેટ પણ લીધું છે. આ વિશે કરણી સેનાને પણ જાણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં તેઓ મને પરેશાન કરી રહ્યાં છે. જો તે આટલાથી નહી અટકે તો તેમને પણ તે ખબર હોવી જોઇએ કે હું પણ રાજપુત છું અને એકએકનો અંત લાવી દઈશ.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More