Home> Entertainment
Advertisement
Prev
Next

કંગના રનૌતે પર્સનલ લાઇફ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું, ''હું રિલેશનશીપમાં છું અને બહુ જલ્દી....''

કંગના રનૌતે પોતાની પર્સનલ લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો છે

કંગના રનૌતે પર્સનલ લાઇફ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું, ''હું રિલેશનશીપમાં છું અને બહુ જલ્દી....''

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની લેટેસ્ટ ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીને બોક્સઓફિસ પર સારી એવી સફળતા મળી છે. આ ફિલ્મમાં કંગનાએ રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો છે અને ફિલ્મના ડિરેક્શનની જવાબદારી પણ સંભાળી છે. પોતાની છેલ્લી ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગને કારણે ચર્ચામાં આવેલી કંગના હાલમાં પોતાના પર્સનલ જીવનને લગતા એક નિવેદનને કારણે ચર્ચામાં છે. 

fallbacks

કંગનાએ હાલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મારી જિંદગીમાં એવું કોઈ છે જેની સાથે હું આગળ વધવાના સપના જોઈ રહી છું. મને ડેટિંગની જરૂર નથી. હું ઉંમરના એક તબક્કામાં છું જ્યાં મને કમ્પેનિયનશીપની જરૂરી છે જેથી મને પ્રેરણા મળે. કંગનાએ કહ્યું છે કે ''મારી પણ એક રોમેન્ટિક સાઇડ છે. મને લાગે છે કે એક આર્ટિસ્ટ તરીકે મારી અંદર એક ડિઝાયર હોવી જોઈએ. મને યાદ નથી એવો કોઈ પણ સમય હોય જ્યારે હું પ્રેમ વગર રહી હોઉં. મને પ્રેમના બહુ ખરાબ અનુભવ થયા છે પણ હું જિંદગીમાં બહુ જલ્દી આગળ વધી જાઉં છું.''

રિલીઝ પહેલાં જ લિક થઈ ગયું અમિતાભ-તાપસીની બદલાનું સસ્પેન્સ !

પોતાની પર્સનલ લાઇફ વિશે કંગનાએ કહ્યું છે કે તે જરૂર લગ્ન કશે અને પરિવાર પણ આગળ વધારશે. કરિયરની વાત કરીએ તો કંગના બહુ જલ્દી મેન્ટલ હૈ ક્યામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે. આ સિવાય કંગના પંગા અને ઇમલી જેવી ફિલ્મમાં પણ જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More