Home> Entertainment
Advertisement
Prev
Next

ગેસ લીકેજ ઘટના પર Kanika Kapoorને ટ્વિટ કરવું પડ્યું ભારે, યૂઝર્સે કરી Troll

આંધ્ર પ્રદેશના વિજાગ ગૈસ લીકેજની ઘટનાને લઇને બોલીવુડના સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન આપી રહ્યાં છે. કેટલાક સ્ટાર્સે આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીડિતો માટે પ્રાર્થના કરી છે. આ વચ્ચે સિંગર કનિકા કપુરે પણ દુ:ખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું, જેના પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

ગેસ લીકેજ ઘટના પર Kanika Kapoorને ટ્વિટ કરવું પડ્યું ભારે, યૂઝર્સે કરી Troll

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના વિજાગ ગૈસ લીકેજની ઘટનાને લઇને બોલીવુડના સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન આપી રહ્યાં છે. કેટલાક સ્ટાર્સે આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીડિતો માટે પ્રાર્થના કરી છે. આ વચ્ચે સિંગર કનિકા કપુરે પણ દુ:ખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું, જેના પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

fallbacks

આ પણ વાંચો:- સલમાનના ફાર્મ હાઉસ પર આ રીતે સમય પસાર કરે છે જેકલીન, VIDEOમાં જુઓ અંદરનો નજારો

કનિકા કપૂર (Kanika Kapoor)એ તેના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશાખાપટ્ટનમ અને વિજાગ ગેસ દુર્ઘટનાના શિકાર બનેલા લોકો માટે પ્રાર્થના... કનિકાના આ ટ્વિટ પર એક ફેન્સે લખ્યું કે, ઓ દીદી, તમે ઘરમાં ક્વોરન્ટાઇન રહેજો, અત્યારે બર્થર્ડે પાર્ટી અને ફેમિલી પાર્ટી એન્જોય કરવા માટે બહાર ના જતા... દી મજાક કરી રહ્યો છું. તમને બીજી વખત જોઈ ઘણી ખુશી થઈ. ઘરે રહો, સુરક્ષિત રહો. ગોડ બ્લેસ યૂ.

આ પણ વાંચો:- આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન

તમને જણાવી દઇએ કે, આંધ્ર પ્રદેશના વિજાગ (Vizsg Gas Tragedy)માં કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજની દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. અને એક હજાર થી વધુ લોકો તેનાથી બીમાર પડ્યા છે. આ કેમિકલ દુર્ઘટનાના કારણે 200 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. સાથે જ લોકોની અંદર દુ:ખનો માહોલ પણ હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More