Shefali Jariwala Passed Away: કાંટા લગા ગર્લના નામથી ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. આ ખબરથી સ્તબ્ધ કરનારી છે. ઈંડસ્ટ્રીના લોકો પણ આ ખબરથી ચોંકી ગયા છે. 42 વર્ષની વયે શેફાલી જરીવાલાએ અંતિમ શ્વાસ લીધા છે.
આ પણ વાંચો: રિતેશ સાથે જેનેલિયા ડિસુઝાના છે બીજા લગ્ન, પહેલીવાર આ એક્ટર સાથે થયા હતા મેરેજ
છાતીમાં દુખાવા બાદ મોત
જાણવા મળતી માહિતી અનુસાર 27 જૂનની રાત્રે શેફાલીને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. છાતીમાં દુખાવા બાદ તેનો પતિ પરાગ ત્યાગી અને અન્ય લોકો તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. શેફાલીને મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. એટલે કે શેફાલી જરીવાલાનું મોત હોસ્પિટલ પહોંચતા પહેલા જ થઈ ગયું. આ વાતની પુષ્ટિ હોસ્પિટલ તરફથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:રેખા સાથે સીન શૂટ કરતી વખતે બેકાબૂ થયા આ એક્ટર, ઈંટીમેટ શૂટ દરમિયાન હદ કરી નાખી હતી
શેફાલી જરીવાલાના મોતની પુષ્ટિ ઈંડસ્ટ્રીના અન્ય કલાકારો પણ કરી રહ્યા છે. અલી ગોની સહિતના એક્ટર્સ શેફાલી જરીવાલાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. જો કે શેફાલીના પરિવાર તરફથી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
આ પણ વાંચો: રેખા સાથે પતિનો રોમાન્ટિક સીન જોઈ થિયેટરમાં રડ્યા જયા બચ્ચન, જાણો પછી શું થયું..
2002 માં ફેમસ થી શેફાલી જરીવાલા
શેફાલી જરીવાલા 2002 માં રાતોરાત ઘરેઘરમાં ફેમસ થઈ ગઈ હતી. શેફાલીનું સોંગ કાંટા લગા રિલીઝ થયું ત્યારે શેફાલી સ્ટાર બની ગઈ. આ મ્યુઝિક આલ્બમ પછી શેફાલી ઘણા સોંગ અને ફિલ્મોમાં જોવા મળી હતી. શેફાલી બિગ બોસ 13 અને નચ બલિયે 5 રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે