Home> Entertainment
Advertisement
Prev
Next

કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો

Anayra Sharma: કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા ત્રણ વર્ષની અને ખૂબ જ ક્યૂટ છે. હાલમાં જ એક ફેશન શોમાં તે પિતા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી, જેનો ક્યૂટ વિડીયો ફેન્સના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. શું તમે આ વિડિયો જોયો?

કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો

Kapil Sharma Daughter Ramp Walk: દેશના ટોચના કોમેડિયન અને 'ધ કપિલ શર્મા શો'ના હોસ્ટ, કપિલ શર્મા ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વભરમાં તેની ફેન ફોલોઈંગ છે. કપિલ શર્મા પરિણીત છે અને તેના બે બાળકો છે જે ખૂબ જ સુંદર છે. કપિલ શર્માની દીકરી અનાયરા શર્મા ત્રણ વર્ષની છે અને ફેન્સ હંમેશા તેના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે. કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનાયરા સાથે રેમ્પ વોક કરતો જોવા મળી રહ્યો છે. કપિલ શર્માની દીકરીની ક્યૂટ રેમ્પ વોકએ સૌના દિલ જીતી લીધા છે અને તેનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee News (@zeenews)

કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા રેમ્પ વોક કરતી જોવા મળી અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જણાવી દઈએ કે આ અનુ રંજનની 'બેટી ફાઉન્ડેશન'ની ઇવેન્ટ હતી જેમાં ઘણા સ્ટાર્સે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું; તેમાં કપિલ શર્મા અને તેની દીકરી પણ સામેલ છે.

fallbacks

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ અને અનાયરા બંનેએ કાળા કપડા પહેર્યા હતા અને ક્યૂટ રિતે પિતાનો હાથ પકડીને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અનાયરાએ દર્શકોને ફ્લાઈંગ કિસ પણ કરી અને ઉભા થઈને પોઝ પણ આપ્યા હતા. અનાયરાની ક્યૂટનેસએ બધાનું દિલ જીતી લીધું અને કપિલ શર્માએ તેની દીકરીને 'મિસ યુનિવર્સ' કહી. 

આ પણ વાંચો:
ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારુ
Budh Margi 2023: આજથી બદલી જશે આ 5 રાશિના લોકોના દિવસો, બુધ માર્ગી થઈ ધનના કરશે ઢગલા
Most Beautiful Women's: સૌથી સુંદર હોય છે આ દેશોની મહિલાઓ, જોતા જ ગમી જશે એની ગેરંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More