Home> Entertainment
Advertisement
Prev
Next

કપિલ શર્માએ ફિલ્મ માટે નથી વધાર્યું વજન, હવે સામે આવ્યું આ સત્ય

પ્રોડ્યૂસર કપિલ શર્મા ‘સન ઓફ મનજીત સિંહ’ ફિલ્મ લઇને આવી રહ્યો છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત કપિલે પોતોનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

કપિલ શર્માએ ફિલ્મ માટે નથી વધાર્યું વજન, હવે સામે આવ્યું આ સત્ય

નવી દિલ્હી: જાણીતા કોમેડિયન કલાકાર કપિલ શર્મા હાલમાં ટીવીની દુનિયાથી દરૂ રહે છે. જોકે, ફિલ્મ જગતમાં તે પરદા પાછળ કામ કરતો જોવા મળી રહ્યો છે. પ્રોડ્યૂસર કપિલ શર્મા ‘સન ઓફ મનજીત સિંહ’ ફિલ્મ લઇને આવી રહ્યો છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત કપિલે પોતોનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે પહેલા કરતા ઘણો જાડો દેખાઇ રહ્યો છે.

fallbacks

એક્ટર-પ્રોડ્યૂસર અને કોમેડિયન કપિલ શર્માની ‘સન ઓફ મનજીત સિંહ’ 12 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મના ટ્રેલરનું પણ રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં ભલે કપિલ શર્મા જોવા મળી રહ્યો નથી, પરંતુ ટ્રેલરની શરૂઆત કપિલના અવાજથી થાય છે.

હાલમાં કપિલ પોતાની ફિલ્મના પ્રચારમાં લાગ્યો છે. કપિલ અત્યાર સુધી પોતાના હોમ ટાઉન અમૃતસરમાં હતો. અમૃતસરથી મુંબઇની યાત્રા દરમિયાન લીધેલી સેલ્ફી કપિલે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તે ચશ્મામાં જોવા મળી રહ્યો છે. જોકે, પહેલા કરતા હાલમાં તેનું શરીસ ઘણું વધી ગયુ છે. કપિલે ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, પંજાબ, અમૃતસર, જલંધર, કુલ્ચે, સાગ વીથ વ્હાઇટ બટર, મેથી છોલે અને 5 કિલો વજન વધી ગયું.

તમને જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા જ કપિલની તાજેતરના ફોટા સામે આવ્યા હતા. જેમાં તે પહેલા કરતા ઘણો જાડો અને થાકેલો દેખાતો હતો. કપિલની આંખની નીચે નિશાન જોવ મળતા હતા. કપિલ શર્માના આ હાલ જોઇ તેના ફેન્સ ઘણા દુ:ખી થયા હતા અને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર કપિલ શર્માને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી પણ કરી હતી. ત્યારે હાલ કપિલ શર્મા પોતાની ફિટનેસનું ધ્યાન આપવા લાગ્યો છે.

હવે આ કોમેડિયન ટીવી સ્ક્રીન પર એક નવા ટીવી શો સાથે ફિર જોવા મળશે. ‘ધ કપિલ શર્મા શો’થી ફેન્સને હસાવનાર આ ફેમસ કોમેડિયનનો આ નવા શોનું પ્રીમિયર ઓક્ટોબર મહિનામાં થશે. ટીવી શોમાં ફરી દેખાય તેવી રાહ જોઇ રહેલા ફેન્સની સામે ફરી એક વાર કપિલ શર્મા એકદમ નવા અંદાજ સાથે જોવા મળશે. જણાવી દઇએ કે આ ટીવી શોમાં કપિલ શર્માં આ વખતે પોતાના ચિર પ્રતિદ્વવંદી કોમેડિયન કૃષ્ણા અભિષેકની સાથે ટીવી સ્ક્રીન પર જોવા મળશે. સમાચારોનું માનીએ તો, કોમેડિયન ભારતી સિંહ પણ કપિલના આ શોમાં ભાગ લેશે.

કપિલ શર્મા ટીવીનો સુપરહિટ કોમેડિયન છે, જે પોતાના શો કોમેડી નાઇટ્સ વિથ કપિલથી સુપરહિટ થયો હતો. પરંતુ ગત વર્ષમાં પોતાની ટીમમાં થયેલા ઝગડા બાદ કપિલ શર્માનો સાથે ઘણા લોકોએ છોડી દીધો હતો. સુનીલ ગ્રોવર, અલી અસગર, સુગંધા મિશ્રા જેવા ઘણા લોકોએ કપિલનો સાથ છોડી દીધો હતો. હવે કપિલ ટુંક સમયમાં પંજાબી ફિલ્મ ‘સન ઓફ મંજીત સિંહ’ લઇને આવી રહ્યોં છે, જેમાં તે પ્રોડ્યૂસર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More