Home> Entertainment
Advertisement
Prev
Next

કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા, ગુડ ન્યૂઝ પર અક્ષય કુમારે આપી શુભેચ્છા

કપિલ શર્મા ટૂંક સમયમાં પિતા બનવાનો છે. તેણે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. 
 

કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા, ગુડ ન્યૂઝ પર અક્ષય કુમારે આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ પોતાની કોમેડીથી દેશને હસાવનાર કપિલ શર્માના (Kapil Sharma) ઘરે ટૂંક સમયમાં ખુશીનો વરસાદ થવાનો છે. કપિલ પિતા બનવાનો છે અને હવે તેણે આ સમયે ખુલાસો પણ કરી દીધો છે કે તેના ઘરે નવા સભ્યનું આગમન થવાનું છે. આ ખુલાસો વાત-વાતમાં થયો છે. 

fallbacks

હકીકતમાં, અક્ષય કુમારે (Akshay Kumar ) ગુરૂવારે પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝનો (Good Newz) ફર્સ્ટ લુક રિલીઝ કર્ય હતો. આ ફિલ્મ આઈવીએફના માધ્યમથી થનારી પ્રેગમેન્સીના વિષય પર આધારિત છે. ફિલ્મના પોસ્ટરો પર કરીના કપૂર અને કિયારા અડવાણીને પ્રેગનેન્સીની અવસ્થામાં દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે કપિલે પોતાનું રાઝ પણ ખોલી દીધું છે. કપિલે લખ્યું- શુભેચ્છા પાજી. પોસ્ટર ખુબ શાનદાર લાગી રહ્યું છે, પરંતુ મારા ગુડ ન્યૂઝ તમારા ગુડ ન્યૂઝ કરતા પહેલા આવી રહ્યાં છે. 

અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક

કપિલના આ ખુલાસાનો જવાબ આપતા અક્ષયે લખ્યું- કમાલ કરી દીધો શર્મા જી. તમારા ગુડ ન્યૂઝ માટે શુભેચ્છા. મહત્વનું છે કે ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. સ્પષ્ટ છે કે કપિલ પિતા બનશે તેમાં વધુ સમય બાકી નથી. 

 

ધ કપિલ શર્મા શોમાં પણ એક-બે વાર તે વાતનો ઉલ્લેખ થઈ ચુક્યો છે કે કપિલ ડિસેમ્બર મહિનામાં પિતા બની શકે છે. પરંતુ હવે લાગે છે કે તે સમય ઝડપથી આવશે. કપિલે પાછલા વર્ષે પોતાની કોલેજની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 12 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More