Home> Entertainment
Advertisement
Prev
Next

18 વર્ષ પહેલા આવો દેખાતો રહતો કોમેડી કિંગ, શેર કર્યો કોલેજ લાઇફનો ફોટો

હેલ્થ અને પર્સનલ લાઇફમાં વ્યસ્ત કપિલે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કોલેજ ટાઇમનો ફોટો શેર કર્યો છે જેમાં કપિલ તેના મિત્રની સાથે જોવા મળી રહ્યો છે.

18 વર્ષ પહેલા આવો દેખાતો રહતો કોમેડી કિંગ, શેર કર્યો કોલેજ લાઇફનો ફોટો

નવી દિલ્હી: ટીવી પર પોતાના કોમેડી શોથી બધાનું દીલ જીતનાર કપિલ શર્મા ટુક સમયમાં લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. કપિલ શર્મા પાછલા કેટલાક સમયથી લાઇમ લાઇટથી દૂર રહ્યો હતો. હેલ્થ અને પર્સનલ લાઇફમાં વ્યસ્ત કપિલે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કોલેજ ટાઇમનો ફોટો શેર કર્યો છે જેમાં કપિલ તેના મિત્રની સાથે જોવા મળી રહ્યો છે.

fallbacks

વાંચવા માટે અહીં ક્લિક કરો: HBD: બોલીવુડના ગોલ્ડ મેનનો આજે બર્થ-ડે, આ રીતે કરી પોપ મ્યૂઝીકની શરુઆત

કપિલ શર્માએ ફોટો શેર કરતા લખ્યું કે વર્ષ 2000માં કોલેજના દિવસોમાં સારેગામાપાના સમયની એક જૂની તસવીર

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#oldmemories #collegedays #saregama #punjabi #auditions #2000 😍

A post shared by Kapil Sharma (@kapilsharma) on

વર્ષ 2007માં ખુલ્યું કપિલ શર્માનું નસિબ
તમને જણાવી દઇએ કે કપિલ શર્માએ પોતાના કરિયરની શરુઆત સ્ટેડઅપ કોમેડિયન તરીકે કરી હતી. કપિલ પંજાબી ચેનલના શો ‘હંસદે હસાંદે રાવો’માં કપિલ પંજાબીમાં કોમેડી કરતો હતો. વર્ષ 2007માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ને જીતીને કપિલે તેના નસિબ ખુલ્લી ગયું હતું. આ શા જીતીને 10 લાખ રૂપિયાનું ઇનામ પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ સોની ટીવીના શો ‘કોમેડી સર્કસ’માં એન્ટ્રી લીધી અને ત્યાં ટીવી પર છવાઇ ગયો હતો.

વાંચવા માટે અહીં ક્લિક કરો: પાર્ટીમાં રણવીરે ખોલી દીપિકાની પોલ, આ નામથી ચિઢાવે છે દુલ્હનને...

શરુ કર્યો પોતાનો શો
કપિલે તેની પ્રસિદ્ધિને જોઇએ વર્ષ 2013માં કલર્સ ચેનલ પર કોમેડી નાઇટ્સ વિથ કપિલ શોથી એક નવી શરુઆત કરી હતી. આ શોને દેશ નહીં વિદેશમાં પણ ઘણો પસંદ કરવામાં આવતો હતો. પરંતુ ચેનલ સાથે વિવાદ બાદ આ શો બંધ કરી દેવમાં આવ્યો હતો. ત્યારબાદ કપિલ સોની ટીવી પર ધ કપિલ શર્મા શો લઇને આવ્યો પરંતુ સુનીલ ગ્રોવરની સાથે થયેલા વિવાદ બાદ આ શો બંધ થઇ ગયો અને 7 મહિનાના બ્રેક બાદ કપિલે નવા શો ફેમિલી ટાઇમ વિથ કપિલ સ્ટાર્ટ કર્યું હતો. પરંતુ નસિબે કપિલનો સાન આપ્યો નહીં અને આ શોને પણ ઓફએર કરી દેવામાં આવ્યો હતો. ટીવી ઉપરાંત કપિલે બોલીવુડમાં પણ હાથ આજમાવ્યો, તેમની બે ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’ અને ફિરંગી રિલીઝ થઇ ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More