Home> Entertainment
Advertisement
Prev
Next

નશામાં ધૂત લોકોએ 'દાદી' સાથે કર્યું ગંદું કૃત્ય, કોમેડિયને સંભળાવ્યો દિલ હચમચાવી નાંખે તેવો કિસ્સો

અલી અસગર થોડાક વર્ષ પહેલા અમુક મતભેદોને કારણે કપિલનો શો છોડી ચૂક્યા છે, પરંતુ તેમની દાદીની ભૂમિકા આજે પણ લોકોના દિલોમાં એમના એમ જ વસેલી છે. અલીએ જણાવ્યું કે એકવાર દાદીનો લૂક બનાવવો કેટલો મુશ્કેલ સાબિત થયો હતો.

નશામાં ધૂત લોકોએ 'દાદી' સાથે કર્યું ગંદું કૃત્ય, કોમેડિયને સંભળાવ્યો દિલ હચમચાવી નાંખે તેવો કિસ્સો

નવી દિલ્હી: કોમેડિયન જગતમાં અલી અસગરનું મોટું નામ છે. અલી અસગરે 'ધ કપિલ શર્મા શો' માં દાદીની ભૂમિકા ભજવીને પોતાના પ્રશંસકોમાં મોટી નામના મેળવી છે. આમ તો આ શોમાં તેમણે ઘણા રોલ કર્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચિત ભૂમિકા 'દાદી'ના રોલથી તેમને નામના મેળવી છે. શોમાં તમે જોયું હશે કે દાદીના રોલમાં કપિલ શર્માની સાથે તેમની મીઠા ઝઘડાઓ જોવા મળતા હતા. પરંતુ એકવા અલી અસગરે દાદીનો રોલ કરવો ભારે પડી ગયો હતો. તેમની સાથે જે બન્યું હતું તેને સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે.

fallbacks

અલીએ જણાવ્યો દિલ હચમચાવી નાંખે તેવો કિસ્સો
અલી અસગર થોડાક વર્ષ પહેલા અમુક મતભેદોને કારણે કપિલનો શો છોડી ચૂક્યા છે, પરંતુ તેમની દાદીની ભૂમિકા આજે પણ લોકોના દિલોમાં એમના એમ જ વસેલી છે. અલીએ જણાવ્યું કે એકવાર દાદીનો લૂક બનાવવો કેટલો મુશ્કેલ સાબિત થયો હતો. Etimes ની સાથે વાતચીત દરમિયાન અલીએ જણાવ્યું હતું કે એકવાર તેઓ દિલ્હીમાં એક લગ્નમાં દાદીના રોલમાં પરફોર્મ કરવા ગયા હતા, ત્યાં લોકોએ દારૂના નશામાં તેમની સાથે છેડછાડ કરી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ali Asgar (@kingaliasgar)

નશામાં ધુત્ત લોકોએ કરી શરમજનક હરકત
કોમેડિયન અલીએ જણાવ્યું હતું કે, હું જ્યારે પણ આવા શોમાં જાઉં છું ત્યારે એન્કરને મારું નામ લેવા દેતો નથી. હું કહું છું કે મને તેઓ દાદી જ બોલાવે. જ્યારે હું દિલ્હીમાં યોજાયેલા લગ્નમાં દાદીના લૂકમાં પહોંચ્યો ત્યાં સુધી લોકો દારૂના નશામાં ચૂર હતા. તેમણે મારા પર રીતસરનો હુમલો કર્યો. મારી છાતી પર હાથ રાખી રહ્યા હતા, તો કેટલાંક મારા હિપ્સ પર પીંચ કરી રહ્યા હતા. મારી સાથે મોલેસ્ટ કરવામાં આવ્યું.. અમારી ટીમમાં એક યુવતી હતી, જેણે મને બચાવ્યો. અલીએ જણાવ્યું કે, ભાઈ તમને ખબર છે કે આ પુરુષ છે જે સ્ત્રીનો રોલ કરી રહ્યો છે? બીજી વાત કે તમને ખબર ના હોય તો આ એક વૃદ્ધ મહિલા નથી, તેને તો છોડી દો..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ali Asgar (@kingaliasgar)

ઘણી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
ઉલ્લેખનીય છે કે અલી અસગર કોમેડિયન હોવાની સાથે સાથે એક જાણીતા અભિનેતા પણ છે, જેમણે ઘણી ફિલ્મોમાં બોલિવુડના મોટા સિતારાઓની સાથે કામ કર્યું છે. તે લગભગ છેલ્લાં 30 વર્ષોથી એન્ટરટેનમેન્ટ ઈન્ડરસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમણે શિકારી, જાન તેરે નામ, ખલનાયક, પાર્ટનર, તીર માર ખાન, ઝુડવા 2 અને પાગલપંતી સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More