Home> Entertainment
Advertisement
Prev
Next

Kapil Show Season 2: ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2 નું ટ્રેલર રિલીઝ, આલિયા સહિત આ કલાકારો બનશે શોના ગેસ્ટ

Kapil Show Season 2: કપિલ શર્માના શોમાં આ વખતે જાનવી કપૂર, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર, સેફ અલી ખાન અને ટી20 વર્લ્ડ કપની ટીમ ગેસ્ટ તરીકે જોવા મળશે. કપિલ શર્મા શોની બીજી સિઝનમાં સૌથી રસપ્રદ સુનિલ ગ્રોવરનો લુક હશે. 

Kapil Show Season 2: ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2 નું ટ્રેલર રિલીઝ, આલિયા સહિત આ કલાકારો બનશે શોના ગેસ્ટ

Kapil Show Season 2: ફરી એક વખત કોમેડિયન કપિલ શર્માનો શો શરૂ થવાનો છે. કપિલ શર્મા ફરી એક વખત નેટફ્લિક્સ પર સુનિલ ગ્રોવર, અર્ચના પુરન સિંહ, કૃષ્ણા અભિષેક સહિતના કલાકારો સાથે લોકોને હસાવવા માટે રેડી છે. મેકર્સ દ્વારા ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 2 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં કયા કયા કલાકારો ગેસ્ટ બનશે તેની ઝલક પણ દેખાડી દેવામાં આવી છે. કપિલ શર્માના શોનુ ટ્રેલર એન્ટરટેનમેન્ટથી ભરપુર છે. 

fallbacks

આ પણ વાંચો: Govinda: ગોવિંદા માટે અબજોપતિની દીકરી ઘરમાં બની હતી નોકરાણી, પત્નીએ ખોલ્યા મોટા રાઝ

કપિલ શર્માના શોમાં આ વખતે જાનવી કપૂર, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર, સેફ અલી ખાન અને ટી20 વર્લ્ડ કપની ટીમ ગેસ્ટ તરીકે જોવા મળશે. કપિલ શર્મા શોની બીજી સિઝનમાં સૌથી રસપ્રદ સુનિલ ગ્રોવરનો લુક હશે. આ સિઝનમાં સુનિલ ગ્રોવર ગુત્થી તરીકે વાપસી કરશે.. જેની એક ઝલક ટ્રેલરમાં જોવા મળે છે.

આ પણ વાંચો: આ ફિલ્મના રેકોર્ડ આજ સુધી નથી તુટ્યા, આ હોરર ફિલ્મ રાત્રે એકલામાં જોવી અશક્ય

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં આલિયા ભટ્ટ તેની ફિલ્મ જીગરાનું પ્રમોશન કરતી જોવા મળશે. તો સાથે જ જુનિયર એનટીઆર, સેફ અલી ખાન અને જાનવી કપૂર ફિલ્મ દેવરાને પ્રમોટ કરતા દેખાશે. આ બધા જ કલાકારો સાથે કપિલ શર્માની ટીમ જબરદસ્ત મસ્તી કરતી જોવા મળે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

મહત્વનું છે કે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની સીઝન 2 ટીવી પર નહીં પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. 21 સપ્ટેમ્બરથી આ શો શરૂ થઈ રહ્યો છે અને દર શનિવારે 08:00 વાગે તેનો નવો એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More