મુંબઈ : હાલમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના સેંટ મોરિટ્ઝમાં યોજાઈ. પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં બી-ટાઉનના ઘણા સેલિબ્રિટીઝ હાજર રહ્યા. સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાંથી કેટલાક વીડિયોમાં કરણ સ્ટાર જોડી રણબીર-આલિયાની લગ્નની હિન્ટ આપતો શૂટ થયો છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે.
લુકા છુપી Review : કેવી છે કાર્તિક અને કૃતિની આ રોમેન્ટિક લવસ્ટોરી? જાણવા કરો ક્લિક...
પરિવારના દબાણ છતાં આલિયા અને રણબીર પોતાના સંબંધને લઇને ઉતાવળ કરવા માંગતા નથી. બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેઓ સંબંધને નામ આપવા ઇચ્છે છે. આલિયા અને રણબીર બંને હાલ અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં પહેલીવાર બંને સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે