Home> Entertainment
Advertisement
Prev
Next

જાણીતા કલાકારે પત્ની પર લગાવ્યો ચોંકાવનારો આરોપ, કહ્યું- 'બીજા પુરુષ સાથે રહે છે'

અગાઉ કલાકારની અભિનેત્રી પત્નીએ પણ આવો જ કઈંક ચોંકાવનારો કહી શકાય તેવો ખુલાસો કરતા કહ્યું હતું કે પરણિત હોવા છતાં તેનું કોઈની સાથે અફેર થઈ ગયું હતું. 

જાણીતા કલાકારે પત્ની પર લગાવ્યો ચોંકાવનારો આરોપ, કહ્યું- 'બીજા પુરુષ સાથે રહે છે'

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ કલાકાર કરણ મહેરાએ તેની પત્ની પર એવા આરોપ લગાવ્યા છે કે જાણીને ચોંકી જશો. પ્રેમ લગ્ન કરનારા આ કપલ હવે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કરણે કહ્યું કે તે તેના સંબંધને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ પત્ની બીજા કોઈ સાથે રહેતી હતી અને હવે તે તેના હિસ્સાની લડાઈ પોતે લડશે. 

fallbacks

અત્રે જણાવવાનું કે કરણ મહેરા અને નિશા રાવલ ટેલિવુડનું એક ચર્ચિત કપલ છે. જેમના સંબંધમાં આવેલી ખટાશ ગત વર્ષે ખુબ ચર્ચામાં હતી. નિશાએ કરણ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો જેના કારણ કરણે જેલમાં પણ જેવું પડ્યું હતું. હવે કરણ મહેરાએ એક ઈન્ટરવ્યુમાં લડત આપવાની વાત કરી છે. તેણે પત્નીના લગ્નેત્તર સંબંધનો પણ ખુલાસો કર્યો. અભિનેતાએ આ અંગે કહ્યું કે 'બધુ ભૂલીને મે નિશાને ઘરે પાછા ફરવા કહ્યું. અમે ફરીથી સંબંધને બીજી તક આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે મને ખબર પડી કે મારા ગયા બાદ એક અજાણ્યો માણસ 11 મહિના સુધી મારા ઘરમાં રહ્યો. તે તેની પત્ની અને બાળકોને છોડીને મારા ઘરે રહી રહ્યો છે.'

કરણે આ ઈન્ટરવ્યુમાં એ પણ કહી દીધુ કે ભલે ગમે તે થાય, તે તેની લડાઈ પોતે લડીને જ રહેશે. તેણે કહ્યું કે મારા પુત્રને છીનવી લીધો. મારા 20 વર્ષના કરિયર પર કિચડ ઉછાળ્યું. પરંતુ હવે હું સહન નહીં કરું. મે ખુબ દર્દ ઝેલ્યું છે. હવે હું વધુ સહન નહીં કરું. અભિનેતાએ એમ પણ કહ્યું કે તેણે નિશા રાવલના 3 મિત્રો સામે પણ બદનક્ષીનો દાવો માંડ્યો છે. 

અત્રે જણાવવાનું કે છૂટાછેડાના અહેવાલો વચ્ચે નિશા રાવલે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કંગના રનૌતના શો 'લોક અપ' માં તેણે પણ ભાગ લીધો હતો. તેણે કહ્યું હતું કે પરણિત હોવા છતાં તેનું કોઈની સાથે અફેર થઈ ગયું હતું. તે તેનો સારો મિત્ર હતો. આ અંગે જણાવતા નિશા લાગણીશીલ પણ બની ગઈ હતી. નિશાએ એ પણ કહ્યું હતું કે આ વાતની ગંધ કરણ મહેરાને આવી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More