Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : કરીનાને સવાલ કરાયો કે કપૂર પસંદ છે કે ખાન? બેબોએ ફટકાર્યો માસ્ટરસ્ટ્રોક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાના બોલ્ડ વિચારો માટે જાણીતી છે અને હંમેશા સ્પષ્ટ જવાબ આપે છે

VIDEO : કરીનાને સવાલ કરાયો કે કપૂર પસંદ છે કે ખાન? બેબોએ ફટકાર્યો માસ્ટરસ્ટ્રોક

નવી દિલ્હી : બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની ખૂબસુરતી અને સ્ટાઇલ માટે જાણીતી છે. તે હંમેશા સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ સંજોગોમાં હાલમાં તેણે આપેલા એક જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના (Kareena Kapoor Khan)ની હાજરજવાબી લોકોને પસંદ પડી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામના અનેક પેજ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયો એક પબ્લિક ઇવેન્ટનો છે. 

fallbacks

આ વીડિયોમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને સવાલ કરવામાં આવ્યો હતો કે તેને કપૂર પસંદ છે કે ખાન ત્યારે કરીનાએ જવાબ આપતા કહ્યું હતું કે મારી પાસે બંને અટક છે અને અહીં કોઈ અટક ઉતરતી નથી. કરીનાનો આ જવાબ લોકોને બહુ પસંદ પડ્યો હતો અને તેમણે જવાબને તાળીઓના ગડગડાટથા વધાવી લીધો હતો. 

કરીના કપૂર હાલમાં મેલબોર્ન પહોંચી હતી અને ત્યાં તેણે બેકલેસ સિલ્વર ગાઉનની તસવીરો પડાવી હતી. આ તસવીરો પણ વાઇરલ થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના બહુ જલ્દી પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં અને પછી લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More