Home> Entertainment
Advertisement
Prev
Next

બજરંગી ભાઈજાનની સિક્વલમાંથી Kareena Kapoor Khan નું પત્તુ કપાયું, આ અભિનેત્રી સાથે જોવા મળશે સલમાન ખાન

Bajrangi Bhaijaan Film Sequel Pawan Putra: 'બજરંગી ભાઈજાન'ની સિક્વલને લઈને મોટી વાત સામે આવી છે. આ ફિલ્મમાં 'પવન'ના રોલમાં તો દર્શકો સલમાનને જ જોશે પરંતુ રસીકા જોવા નહીં મળે. ફિલ્મ 'પવનપુત્ર' જે બજરંગી ભાઈજાનની સિક્વલ છે તેમાંથી કરીના કપૂર ખાનની બાદબાકી થઈ છે.

બજરંગી ભાઈજાનની સિક્વલમાંથી Kareena Kapoor Khan નું પત્તુ કપાયું, આ અભિનેત્રી સાથે જોવા મળશે સલમાન ખાન

Bajrangi Bhaijaan Film Sequel Pawan Putra: ગણતરીના દિવસોમાં સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થવા જઈ રહી છે તેવામાં તેની બીજી ફિલ્મને લઈને એક મોટી વાત ચર્ચામાં છે. દર્શકો લાંબા સમયથી સલમાનની જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે એટલે કે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ ફિલ્મ તેને લઈને આ વાત સામે આવી છે. આ ફિલ્મમાં 'પવન'ના રોલમાં તો દર્શકો સલમાનને જ જોશે પરંતુ રસીકા જોવા નહીં મળે. જી હાં ફિલ્મ 'પવનપુત્ર' જે બજરંગી ભાઈજાનની સિક્વલ છે તેમાંથી કરીના કપૂર ખાનની બાદબાકી થઈ છે.

fallbacks

આ પણ વાંચો:

નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ અને પત્ની વિરુદ્ધ કર્યો 100 કરોડનો માનહાનિનો કેસ

આત્મહત્યાના થોડા કલાકો પહેલા જ Akanksha Dubey નું નવું ગીત YouTube પર થયું રિલીઝ

આલિયા, અનુષ્કા સહિત આ 5 બોલિવૂડ અભિનેત્રીઓના બોર્ડના રિઝલ્ટ તમને ચોંકાવશે

ફિલ્મ નિર્દેશક કબીર ખાન વર્ષ 2015માં ફિલ્મ 'બજરંગી ભાઈજાન' લઈને આવ્યા હતા. ફિલ્મની સ્ટોરી લાઇન અને સલમાન ખાનનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં કરીના કપૂર ખાને સલમાનની પ્રેમિકા રસીકાની ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે આવનારી સિક્વલ ફિલ્મ 'પવનપુત્ર'માંથી કરીનાનું પત્તું કપાઈ ગયું છે. કરીનાને રિપ્લેસ અન્ય કોઈએ નહીં પરંતુ પૂજા હેગડેએ કરી છે. 

સલમાન ખાન પહેલીવાર પૂજા હેગડે સાથે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે અને બીજી ફિલ્મ પવનપુત્ર હશે. પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચર્ચાઓ છે કે સલમાનની બીજી ફિલ્મમાં પણ પૂજાને ફાયનલ કરવામાં આવી છે. ચર્ચાઓ એવી પણ છે કે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી સાથે બંને વચ્ચે ઓફ-સ્ક્રીન પણ સારી મિત્રતા થઈ ગઈ છે. જો કે હાલમાં પ્રોડક્શન હાઉસ તરફથી આ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More