Home> Entertainment
Advertisement
Prev
Next

કરીનાએ સોશિયલ મીડિયા ખોલ્યો યાદોનો પિટારો, બોલીવુડની બેબોએ શેર કરી 26 વર્ષ જૂની તસવીર

Kareena Kapoor Throwback Photos: બોલીવુડની બેબો તાજેતરમાં કલિમપોંગમાં શૂટિંગ કરી રહી છે. જો કે, આ દરમિયાન કરીના કપૂરે કેટલીક જૂની યાદોને તાજા કરી. કરીનાએ 26 વર્ષ જૂની તસવીર શેર કરી જ્યારે તે સ્કૂલમાં હતી અને કલિમપોંગ ગઈ હતી.

કરીનાએ સોશિયલ મીડિયા ખોલ્યો યાદોનો પિટારો, બોલીવુડની બેબોએ શેર કરી 26 વર્ષ જૂની તસવીર

Kareena Kapoor share Throwback Photos: બોલીવુડની બેબોએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરીના કપૂર સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે. સફેદ ડ્રેસ પર વાદળી દુપટ્ટો અને સ્કૂલ શૂઝ પહેરેલી કરીનાને એક નજરમાં ઓળખવી ઘણી મુશ્કેલ છે. ત્યારે બેબોની 26 વર્ષ જૂની આ તસવીર જોઇ ફેન્સ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.

fallbacks

સોશિયલ મીડિયા માત્ર ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે જ નહીં જૂની યાદોને તાજી કરવા માટેનું પણ એક સારું માધ્યમ છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ કરીના કપૂરે ખાસ તસવીર શેર કરવાની સાથે લખ્યું- એક ફિલ્મની શૂટિંગ માટે કલિમ્પોંગ આવ્યા. પોતાના વ્યવસાય દરમિયાન કરિયર દ્વારા આપણે કેટલીક યાદોને જોડી શકીએ છે. વેલ્હમ ગર્લ્સ રાજસ્થાન ટ્રિપ લગભગ 1996. આ માટે આભાર. આ તસવીરોમાં કરીનાને ઓળખવી અશક્ય નથી પરંતુ મુશ્કેલ જરૂર છે. કેમ કે, આ 26 વર્ષ જૂી તસવીર છે ત્યારે બેબો સ્કૂલમાં હતી.

શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફિલ્મ 11 ઓગસ્ટના રીલિઝ થવા જઈ રહી છે. જેમાં ફરી એકવાર આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં તે આમિર ખાનની પત્નીન રોલ નિભાવશે. ત્યારે આ ઉપરાંત કરીના કપૂરે હાલમાં જ ડાયરેક્ટર સુજોય ઘોષની ફિલ્મની શૂટિંગ પણ શરૂ કર્યું છે. જેમાં જયદીપ અહલાવત પણ મહત્વના રોલમાં હશે. સેટથી કરીના કપૂરની તસવીર પણ સામે આવી છે. કરીના તેના શૂટિંગ માટે કલિમપોંગ પહોંચી છે. આ એક ક્રાઈમ ડ્રામા મૂવી છે. જેમાં કરીના ઘણી દમદાર રોલમાં જોવા મળશે. જયદીપ અહલાવતની સાથે સાથે આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા પણ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More