Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચનને 'ખરાબ વ્યક્તિ' સમજવા લાગી હતી કરીના, ત્યારે બિગ બીએ જાતે પગ ધોયા અને પછી...

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર મને 'ખરાબ માણસ' સમજવા લાગી હતી. ત્યારબાદ જ્યારે અમિતાભ બચ્ચને તેમના પગ ધોયા ત્યારે કરીનાની ધારણા બદલાઈ હતી. જાણીને આશ્ચર્ય થયું ને... પણ વાત એકદમ સાચી છે. જાણો શું હતો સમગ્ર મામલો?

અમિતાભ બચ્ચનને 'ખરાબ વ્યક્તિ' સમજવા લાગી હતી કરીના, ત્યારે બિગ બીએ જાતે પગ ધોયા અને પછી...

નવી દિલ્હી: બોલિવુડ સુપર નાયક અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં મજેદાર કિસ્સાઓ શેર કરતા રહે છે. તેઓ ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગત દિવસોની યાદગાર તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે અને તેની સાથે જોડાયેલી કંઈકને કંઈ વાત પણ જણાવતા રહે છે. એકવાર અમિતાભે એવો કિસ્સો સંભળાવ્યો જે કદાચ ભાગ્ય કોઈને ખબર હશે. તેમણે જણાવ્યું કે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર મને 'ખરાબ માણસ' સમજવા લાગી હતી. ત્યારબાદ જ્યારે અમિતાભ બચ્ચને તેમના પગ ધોયા ત્યારે કરીનાની ધારણા બદલાઈ હતી. જાણીને આશ્ચર્ય થયું ને... પણ વાત એકદમ સાચી છે. જાણો શું હતો સમગ્ર મામલો?

fallbacks

રણધીરને બચાવી રહી હતી કરીના
અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગમાં ફિલ્મ પુકાર (1983) નો મજેદાર કિસ્સો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, જ્યારે રોઈ રહેલી કરીનાના પગ ઘોયા ત્યારે તેને વિશ્વાસ બેઠો હતો કે તેઓ ખરાબ વ્યક્તિ નથી. આ ઘટનાની વાત પોતાના બ્લોગમાં 2013માં કરી હતી. શૂટિંગમાં દરમિયાન અમિતાભ બચ્ચનને રણધીર કપૂરને માર માર્યો ત્યારે નાની કરીના ખૂબ જ નારાજ થઈ ગઈ. બિગ બીએ લખ્યું કે કરીનાએ રણધીરને પોતાના મુક્કાથી બચાવવા માટે જોરથી કડક રીતે પકડી લીધો હતો.

બિગ બીએ કરીનાના પગ સાફ કર્યા
તેણીએ જણાવ્યું કે, આંસુઓથી ભરેલી અને ખૂબ જ ચિંતામાં તે પરેશાન હતી. તેના નાના નાના સુંદર પગ રેતીવાળા થયેલા હતા. તેને થોડો આનંદ આપવા માટે, મેં પાણી માંગ્યું અને તેના નાના પગ સાફ કર્યા. મને લાગે છે કે પગ ધોયા પછી મારા વિશેનો તેમનો અભિપ્રાય બદલાઈ ગયો હતો. તે પછી હું એટલો ખરાબ નથી રહ્યો. તેને આજે પણ આ વાત યાદ છે.

અમિતાભ બચ્ચને શેર કર્યો હતો ફોટો 
અમિતાભ બચ્ચને 2019માં એક તસવીર શેર કરી હતી. આ ફોટો પુકારના સેટનો હતો. આમાં કરીના રડતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચને લખ્યું, કોણ છે બૂઢિયે? ગોવામાં પુકારના સેટ પર આ કરીના કપૂર છે. પિતા રણધીર કપૂર સાથે આવ્યા હતા... પગમાં ઈજા થઈ હતી અને અમે તેમના પગમાં દવા લગાવી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More