Karisma Kapoor ex Husband Death: બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરનું નિધન થઈ ગયું છે. 53 વર્ષીય સંજય કપૂરે ઈંગ્લેંડમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી માહિતી અનુસાર સંજય કપૂર ઈંગ્લેંડના ગાર્ડસ્ પોલો ક્લબમાં પોલો રમી રહ્યા હતા તે દરમિયાન જ તેમને મેદાન પર જ હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટર્સ તેમનો જીવ બચાવી શક્યા નહીં.
આ પણ વાંચો: ડબલ મીનિંગ ડાયલોગ્સ અને બોલ્ડ સીનથી ભરપુર હતી અમિતાભ બચ્ચનની આ ફિલ્મ, તમે જોઈ છે ?
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન 2003 માં થયા હતા. લગ્નના 16 વર્ષ પછી વર્ષ 2016 માં બંને ડિવોર્સ લઈ એકબીજાથી અલગ થયા. કરિશ્માથી અલગ થયા પછી સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે 2017 માં લગ્ન કરી લીધા હતા. પ્રિયા સચદેવ અને સંજય કપૂર છેલ્લા 8 વર્ષથી સાથે છે. બંનેનો એક દીકરો પણ છે. સંજય કપૂરના દીકરાનો જન્મ 2018 માં થયો હતો જે 7 વર્ષનો છે.
આ પણ વાંચો: Rekha First Love: વિનોદ મેહરા કે અમિતાભ નહીં, આ વ્યક્તિ હતો રેખાનો પહેલો પ્રેમ
સંજય કપૂરની છેલ્લી પોસ્ટ અમદાવાદ પ્લેન ક્રેશ પર
કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરે 12 જૂનના રોજ સોશિયલ મીડિયા પર જે છેલ્લી પોસ્ટ કરી હતી તે અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના અંગે હતી. સંજય કપૂરે આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી.
Terrible news of the tragic Air India crash in Ahmedabad. My thoughts and prayers are with all the families affected. May they find strength in this difficult hour. 🙏 #planecrash
— Sunjay Kapur (@sunjaykapur) June 12, 2025
જો કે આ પોસ્ટ સંજય કપૂરના જીવનની છેલ્લી પોસ્ટ બની ગઈ. કારણ કે તેના થોડા કલાકોમાં જ તેનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે