Home> Entertainment
Advertisement
Prev
Next

Bhool Bhulaiyaa 3 Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને

Bhool Bhulaiyaa 3 Teaser: ભૂલભૂલૈયા 3 એક હોરર કોમેડી મુવી છે. આ ફિલ્મનું ટીસર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે. આ ટીઝર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે ફિલ્મના ટીઝરમાં વિદ્યા બાલન એટલે કે મંજુલિકા ની એક ઝલક જોવા મળે છે.

Bhool Bhulaiyaa 3 Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને

Bhool Bhulaiyaa 3 Teaser: કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 ની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી છે. લોકો હોરર કોમેડી ફિલ્મને વધારે પસંદ કરે છે. ત્યારે આ વર્ષે દિવાળી પર ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં આતુરતા છે. અને આ આતુરતા ફિલ્મના ટીઝરે અનેક ગણી વધારી દીધી છે. ફિલ્મ મેકર્સે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 3 નું દમદાર ટીઝર રીલીઝ કરી દીધું છે. કાર્તિક આર્યન આ ફિલ્મોમાં પણ રૂહબાબા તરીકે જોવા મળશે અને તેની ટક્કર મંજુલિકા એટલે કે વિદ્યા બાલન સાથે થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીનો રોમાન્સ પણ જોવા મળશે. 

fallbacks

આ પણ વાંચો: આલિયા ભટ્ટની એકશન ફિલ્મ જિગરાનું ટ્રેલર રિલીઝ, આવો એકશન અવતાર નહીં જોયો હોય ક્યારેય

ભૂલભૂલૈયા 3 એક હોરર કોમેડી મુવી છે. આ ફિલ્મનું ટીસર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે. આ ટીઝર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે ફિલ્મના ટીઝરમાં વિદ્યા બાલન એટલે કે મંજુલિકા ની એક ઝલક જોવા મળે છે. ફિલ્મના ટીઝર પરથી કહી શકાય છે કે જ્યારે રુહબાબા અને મંજુલિકા આમને સામને હશે તો તે ટક્કર જોવા જેવી હશે. 

આ પણ વાંચો: ભયંકર છે સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મ, પોચા મનના લોકોએ ટ્રેલર પણ ન જોવું

મહત્વનું છે કે ભૂલ ભૂલૈયા 3 વર્ષ 2007માં આવેલી હોરર કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયાનો ત્રીજો પાર્ટ છે. ફિલ્મના પહેલા પાર્ટમાં વિદ્યા બાલનની સાથે અક્ષય કુમાર અને શાહીની આહુજા જોવા મળ્યા હતા. ભૂલભૂલૈયા 2 વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ત્યારે હવે દિવાળી પર ભૂલભૂલૈયા 3 રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ફરી એક વખત વિદ્યા બાલન મંજુલિકા તરીકે જોવા મળશે. 

ભૂલભૂલૈયા 3 પહેલી નવેમ્બરે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, રાજપાલ યાદવ અને માધુરી દીક્ષિત જેવા કલાકારો પણ જોવા મળશે.. દિવાળી પર ભૂલભૂલૈયા 3 ની ટક્કર સિંઘમ અગેન સાથે થવાની છે. અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેન પણ 1 નવેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ વર્ષે દિવાળી પર લોકોને એન્ટરટેનમેન્ટનો ડબલ ડોઝ મળશે પરંતુ બોક્સ ઓફિસ કલેશમાં કઈ ફિલ્મ સફળ સાબિત થશે તે જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More