Home> Entertainment
Advertisement
Prev
Next

ગ્લેમરસ કેટરિનાને ઘરના કપડાં પહેરીને ઝાડુ વાળતી જોવી છે? તો કરો ક્લિક

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને પગલે સેલિબ્રિટીથી માંડીને સામાન્ય વ્યક્તિને પોતાના ઘરનું કામ જાતે કરવાની ફરજ પડી રહી છે. 

ગ્લેમરસ કેટરિનાને ઘરના કપડાં પહેરીને ઝાડુ વાળતી જોવી છે? તો કરો ક્લિક

મુંબઈ : કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને પગલે સેલિબ્રિટીથી માંડીને સામાન્ય વ્યક્તિને પોતાના ઘરનું કામ જાતે કરવાની ફરજ પડી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં ઝાડુ મારતા દેખાય છે. આ વીડિયોમાં કેટરિના ઝાડુથી ક્રિકેટ રમવાની ધમાલ મસ્તી પણ કરતી જોવા મળે છે. 

fallbacks

આ પહેલાં પણ કેટરીનાએ વાસણ ઘોતો વીડિયો શેર કર્યો હતો. કેટરીનાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેની મેઈડ સેલ્ફ આઈસોલેશનમાં છે આ કારણે તે જાતે વાસણ ધોઈ રહી છે.

કેટરીનાના આ વીડિયો પર કમેન્ટ કરતા અર્જુન કપૂરે લખ્યું, એ કાંતાબેન 2.0. એક્ટર વરુણ ધવનને કેટનો આ વીડિયો પસંદ આવ્યો અને તેણે તેના પર રોકિંગ ઈમોજી બનાવ્યું. ફિલ્મ ડિરેક્ટર જોયા અખ્તરે તેના પર કમેન્ટ કરીને લખ્યું, બેબી જેવું લોકડાઉન ખતમ થઈ જાય તું મારા ઘરે આવીને મારો કબાટ સાફ કરી શકીશ? મનીષ પૉલે કેટરીનાની પોસ્ટમાં લખ્યું, બ્રૂમ મચાલે, બ્રૂમ મચાલે બ્રૂમ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More