Home> Entertainment
Advertisement
Prev
Next

વિક્કી-કેટરીનાના લગ્ન કન્ફર્મઃ મહેમાનોની સંખ્યા થઈ ફાઇનલ, જાણો કેટલા દિવસ ચાલશે કાર્યક્રમ

વિક્કી કૌશલ (Vicky kaushal) અને કેટરીના કેફ ( Katrina Kaif) ના લગ્નને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ચુક્યુ છે. કપલના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં થશે. 

વિક્કી-કેટરીનાના લગ્ન કન્ફર્મઃ મહેમાનોની સંખ્યા થઈ ફાઇનલ, જાણો કેટલા દિવસ ચાલશે કાર્યક્રમ

નવી દિલ્હીઃ કેટરીના કેફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky kaushal) ના લગ્નના સમાચાર છવાયેલા છે. પરંતુ આ કપલે લગ્નને લઈને હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. આ વચ્ચે એક અપડેટ સામે આવ્યું છે, જેને સાંભળીને વિક્કી અને કેટરીનાના ફેન્સ ખુશ થઈ જશે. વિક્કી (Vicky kaushal) અને કેટરીના (Vicky kaushal) ના લગ્નની પુષ્ટિ થઈ ગઈ છે. કપલ રાજસ્થાનમાં સાત ફેરા ફરશે. લગ્નને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ સાથે તે પણ કન્ફર્મ થઈ ગયું છે કે વિક્કી અને કેટરીના  (Vicky Kaushal Katrina Kaif Wedding) ના લગ્નમાં કેટલા મહેમાન સામેલ થશે. 

fallbacks

કપલના લગ્નને ઈને જિલ્લા તંત્ર એલર્ટ
વિક્કી કૌશલ (Vicky kaushal) અને કેટરીના કેફ ( Katrina Kaif) ના લગ્નને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ચુક્યુ છે. કપલના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં થશે. વેડિંગ ફંક્શનમાં સુરક્ષાને લઈને કોઈ ચુક ન થાય, તેને લઈને શુક્રવારે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને કલેક્ટ્રેટમાં હોટલ મેનેજમેન્ટ એન્ડ ઇવેન્ટ કંપની સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી હતી. 

વિક્કી-કેટરીનાના લગ્નમાં આટલા મહેમાન થશે સામેલ
બેઠકમાં એડિશનલ જિલ્લા કલેક્ટર સૂરજ સિંહ નેગી અને પોલીસ અધીક્ષક રાજેશ સિંહ હાજર રહ્યા. આ દરમિયાન બરવાડા એસડીએમ, સરપંચ અને ઇવેન્ટ સાથે જોડાયેલા અન્ય પ્રતિનિધિ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કિશને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, તંત્રને વિક્કી અને કેટરીનાના લગ્નના 4 દિવસના કાર્યક્રમની જાણકારી મલી છે. 7 ડિસેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધી લગ્નના કાર્યક્રમ ચાલશે, જેમાં 120 મહેમાનોના આવવાની સૂચના તંત્રને આપવામાં આવી છે. દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને પણ તંત્રએ તૈયારી કરી છે. ડબલ ડોઝ વેક્સીનેટેડ લોકો જ લગ્નમાં સામેલ થશે. 

આ પણ વાંચોઃ Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'ને ડેટ પર લઇ જવા અંગે જેઠાલાલે આપ્યો આવો જવાબ, વાયરલ થયો વીડિયો

ફોટોના રાઇટ્સને વેચીને કરી કરોડોની કમાણી
મીડિયા રિપોર્ટ પ્રમાણે કેટરીના કેફ અને વિક્કી કૌશલે પોતાના લગ્નના ફોટોના રાઇટ્સ એક ઇન્ટરનેશનલ મેગેઝિનને વેચવાનો નિર્ણય કર્યો છે. વિક્કી-કેટરીનાએ આ ડીલથી કરોડોની કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડીલ કેટરીના અને તેની ટીમે સાઇન કરી છે. આ ડીલ પ્રમાણે સોશિયલ મીડિયા પર કપલ સિવાય કોઈ અન્ય તેનો ફોટો શેર કરી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More