Home> Entertainment
Advertisement
Prev
Next

વિક્કી બરાબર ફસાયો છે એ ગ્રેડની હિરોઇનના પ્રેમના ફંદામાં? બ્રેકઅપ પાછળ આ કારણ હોવાની ચર્ચા

ઉરી ફિલ્મના સ્ટાર વિકી કૌશલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે

વિક્કી બરાબર ફસાયો છે એ ગ્રેડની હિરોઇનના પ્રેમના ફંદામાં? બ્રેકઅપ પાછળ આ કારણ હોવાની ચર્ચા

મુંબઈ : ઉરી ફિલ્મના સ્ટાર વિકી કૌશલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિક્કી કૌશલ અને તેની કથિત ગર્લફ્રેન્ડ હરલીન સેઠીનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતને ટેકો આપતા પુરાવા પણ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિક્કી અને હરલીન સાથે હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે અને હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. એક રિપોર્ટ પ્રમાણે વિક્કી અને હરલીનના બ્રેકઅપ માટે કેટરિના જવાબદાર છે. હાલમાં વિક્કી રિયલ લાઇફમાં કેટરિનાના પ્રેમમાં ઉંધેકાંધ પડ્યો છે જેના કારણે તેના અને હરલીનના પ્રેમસંબંધ પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. 

fallbacks

અનિલ કપૂરે જમાઈ આનંદ આહુજા સાથેની તસવીર કરી શેયર, લોકોએ તરત સવાલ કર્યો કે...

હરલીન અને વિક્કી એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. હકીકતમાં વિક્કી એ પાર્ટીમાં બીજી ફ્રેન્ડને મળવા આવ્યો હતો અને એની હરલીન સાથે મિત્રતા થઈ ગઈ હતી. હરલીન અને વિક્કી છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા પણ હવે આ સંબંધોનો અંત આવી ગયો છે. 

fallbacks

વિક્કીની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે. તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરિના કૈફે જણાવ્યું હતું કે તે વિક્કી કૌશલ સાથે કામ કરવા માગે છે. વિક્કીને જ્યારે શો દરમિયાન આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી સોફામાં આળોટવા લાગ્યો હતો. હવે  તાજેતરમાં જ આયોજિત સ્ટાર સ્ક્રીન અવોર્ડ ફંક્શનમાં કેટરિના અને વિક્કી આમને-સામને આવી ગયા. આ દરમિયાન વિક્કી તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે મજાકમાં જ કેટરિનાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. વિક્કી આ પ્રપોઝ કર્યું ત્યારે સલમાન ખાન સામે જ બેઠો હતો. હવે રિપોર્ટ પરથી લાગે છે કે વિક્કી આ મામલે ગંભીર છે. કેટરિનાએ ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે તેની જોડી વિકી કૌશલ સાથે ખૂબ જ સારી દેખાશે.

સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમા રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More