Home> Entertainment
Advertisement
Prev
Next

PHOTO: Katrina Kaif એ ભૂલથી બોયફ્રેન્ડનો ફોટો શેર કરી દેતાં જાહેર થઇ ગયું લવસીક્રેટ

કેટરીના કૈફ (Katrina Kaif) દ્વારા ઇંસ્ટાસ્ટોરીમાં શેર કરવામાં આવેલી તસવીર હવે જોરદાર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં કેટરીના કૈફ (Katrina Kaif)ની બાજુમાં બેઠેલી તેમની બહેન ઇસાબેલ કૈફ જોવા મળી રહી છે.

PHOTO: Katrina Kaif એ ભૂલથી બોયફ્રેન્ડનો ફોટો શેર કરી દેતાં જાહેર થઇ ગયું લવસીક્રેટ

નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર કેટરીના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના અફેરને લઇને ગત વર્ષથી કેટલાક સમાચાર સામે આવતા રહ્યા છે. બંનેને ઘણીવર ડેટિંગ પર અને સાથે આવતાં જતાં સ્પોટ પણ કરવામાં આવ્યા છે. બંને સ્ટાર્સ અત્યાર સુધી આ મામલે કંઇક કહેવાથી બચતા હતા. પરંતુ હવે કેટરીના કૈફની એક ભૂલે ચોરી-ચોરી ચૂપકે-ચૂપકે વાળો પ્રેમ બધાની સામે લાવી દીધો છે. કેટરીના કૈફએ ઇંસ્ટાસ્ટોરીમાં એક એવો ફોટો શેર કર્યો છે જેમાં વિક્કી કૌશલ જોવા મળી રહ્યા છે.  

fallbacks

કેટરીના કૈફ (Katrina Kaif) દ્વારા ઇંસ્ટાસ્ટોરીમાં શેર કરવામાં આવેલી તસવીર હવે જોરદાર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં કેટરીના કૈફ (Katrina Kaif)ની બાજુમાં બેઠેલી તેમની બહેન ઇસાબેલ કૈફ જોવા મળી રહી છે. પરંતુ આ ઉપરાંત કેટરીના કૈફ (Katrina Kaif)ની પાછળ કાચમાં વિક્કી કૌશલ (Vicky Kaushal) સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ (Vicky Kaushal) કેટરીનાની સામે બેઠેલા હતા ત્યારે તેમની એક ઝલક કાચમાં જોવા મળી રહી છે. ફોટામાં બંને બહેનો ગેમ ઓફ સીકવેન્સ રમી રહી છે. ફોટાને ધ્યાનથી જોતાં વિકી કૌશલ પણ જોવા મળી રહ્યા છે. જુઓ આ PHOTO...
fallbacks

જોકે આ સમાચાર થોડા દિવસો પહેલાં જ સામે આવ્યા હતા કે કપલ નવા વર્ષમાં એકસાથે વેકેશન પર હતા. 1 જાન્યુઆરીના રોજ કેટરીના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) સોશિયલ મીડિયા પર નવા વર્ષની શુભેચ્છાઓ આપ્યા બાદથી લોકોની નજરમાં આવ્યા હતા. યૂઝર્સનું એવું માનવું છે આ બંને લવબર્ડ્સ કેટરીના કેફ અને વિક્કી કૌશલ નવા વર્ષના સ્વાગતના સમયનો હતો. 

બીકીનીમાં Ananya Panday નો જોવા મળ્યો ચુલબુલો અંદાજ, See PICS

કેટરીના કૈફએ એક તસવીર શેર કરતાં નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ફોટામાં કેટરીનાની સાથે તેમની બહેન ઇસાબેલ કૈફ પણ જોવા મળી રહી છે. પરંતુ લોકોને તેમની સાથે હોવાની હિંટ તે સમયે મળી હતી જ્યારે વિક્કી કૌશલએ નવા વર્ષ વર્ષની શુભેચ્છાઓ પાઠવાતાં પોતાના ભાઇ સની કૌશલ સાથે તસ્વીરો શેર કરી. 

આ તસવીરોને જોતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા હોવાની વાત શરૂ કરી દીધી. ઘણા ફેન્સે અનુમાન લગાવ્યું કે બંને સ્ટાર્સ અલીબાગમાં એકસાથે વેકેશનમાં એંજોય કરી રહ્યા છે.બંનેની તસવીઓમાં લોકો સેમ લોકોશન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

Anushka Sharma એ Maternity Photoshoot વડે મચાવી ધૂમ, જુઓ ગોર્જિયસ અંદાજ

આમ તો વિક્કી કૌશલ અને કેટરીના કેફની પોતાના ફેન્સ સાથે આ આંખો મિચોલી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ જલદી ફિલ્મ 'ફોન ભૂત'માં ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. તેમની અક્ષય કુમાર સાથેવાળી ફિલ્મ 'સૂર્યવંશી' પણ રિલીઝ માટે તૈયાર છે. વિક્કી કૌશલની વાત કરીએ તો તે સૈમ માણેકશાના જીવન પર આધારિત બાયોપિકમાં જોવા મળશે. તેનું નિર્દેશન મેઘના ગુલઝાર કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More