Kaun Banega Crorepati 16: કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. કૌન બનેગા કરોડપતિની આ 16મી સિઝન હશે. કેબીસીની 15 મી સીઝન નો છેલ્લો એપિસોડ 29 ડિસેમ્બર 20023 ના રોજ ઓન એર થયો હતો.
આ પણ વાંચો: ક્યારેક ફોન તો ક્યારેક લેટર, સલમાન ખાનને 5 વખત મળી ચુકી છે મારી નાખવાની ધમકી
કેબીસી ની નવી સિઝનની ઘોષણા શોના નિર્માતા હોય સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કરી છે. આ વીડિયોમાં 15 મી સીઝનના છેલ્લા એપિસોડ ની ક્લિપ દેખાડવામાં આવી છે અને સાથે જ જણાવવામાં આવ્યું છે કે કેબીસીની 16 મી સીઝનના રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થવાના છે?
આ પણ વાંચો: અંધારામાં ન રહ્યો કંટ્રોલ અને આ એક્ટરે કર્યું કાંડ... GF ને બદલે તેની માતાને કરી કિસ
આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે લોકોનો એટલો પ્રેમ છે કે ફરી એક વખત કૌન બનેગા કરોડપતિ શો ઓન એર થવા જઈ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની 16મી સિઝનના રજીસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થશે.
કેબીસીની નવી સિઝન શરૂ થવાની છે તે વાતની ઘોષણા સાથે જ લોકો પણ ઉત્સાહમાં છે સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરીને કેબીસીને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક યુઝર નિર્માતાઓનો આભાર માની રહ્યા છે કે તે ફરીથી આ શો શરૂ કરવા જઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે