Home> Entertainment
Advertisement
Prev
Next

KGF Chapter 2: જુલાઇ 2021 માં રિલીઝ થશે KGF 2, સામે આવ્યું નવું પોસ્ટર

તમને જણાવી દઇએ કે KGF Chapter 2 માં 2018 માં આવેલી ફિલ્મ KGF ની સિક્વલ છે. આ ફિલ્મમાં રોકીનો સામનો અધીરા સાથે થાય છે. એક્ટર સંજય દત્ત ફિલ્મમાં અધીરાનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે.

KGF Chapter 2: જુલાઇ 2021 માં રિલીઝ થશે KGF 2, સામે આવ્યું નવું પોસ્ટર

નવી દિલ્હી: યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ KGF Chapter 2 ની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને લઇને ફેન્સની વચ્ચે લાંબા સમયથી આતુરતા હતી. આજે સંજય દત્તએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સાંજે રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવશે. હવે ટ્રેડ એનાલિસ્ટ તરૂણ એનાલિસ્ટ તરૂણ આદર્શ સાથે ફિલ્મના પ્રોડ્યૂસર્સએ જાહેરાત કરી છે આ ફિલ્મ આ વર્ષે જુલાઇમાં રિલીઝ થશે.  

fallbacks

KGF Chapter 2 આ દિવસે થશે રિલીઝ
તરૂણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું કે 16 જુલાઇ 2021 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્ત, યશ, શ્રીનિધિ શેટ્ટી અને રવીના ટંડન જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે અને તેના પ્રોડ્યુસર વિજય કિરગંદુર છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. હિંદીમાં તેને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક્સેલ એન્ટરટેનમેંટ હેઠળ પ્રેઝન્ટ કરશે. 

BSNL: એકદમ ધાંસૂ પ્લાન, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે Unlimited Data

તમને જણાવી દઇએ કે KGF Chapter 2 માં 2018 માં આવેલી ફિલ્મ KGF ની સિક્વલ છે. આ ફિલ્મમાં રોકીનો સામનો અધીરા સાથે થાય છે. એક્ટર સંજય દત્ત ફિલ્મમાં અધીરાનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે. રવીના ટંડન, પ્રકાશ રાજ, શ્રીનિધિ શેટ્ટી KGF 2 મહત્વપૂર્ણ પાત્ર ભજવતાં જોવા મળશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ KGF ચેપ્ટન 1 બ્લોકબસ્ટર હિટ થઇ હતી. ફિલ્મમાં સાઉથ એક્ટર યશના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ તે દુનિયાભરમાં ફેમસ થઇ ગયા હતા. KGF Chapter 1 એ ભારતીય બોક્સ ઓફિસ પર 204 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ આ કન્નડ સિનેમાની પહેલી આટલી મોટી કમાણી કરનાર ફિલ્મ બની ગઇ હતી. તો બીજી તરફ ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિંદીડબ ફિલ્મ બની હતી. KGF Chapter 2 પાસે ફેન્સને ઘણી આશાઓ છે. 

બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More