Loveyapa Trailer: ખુશી કપૂર અને જુનૈદ ખાન પહેલી વખત એક સાથે ફિલ્મ કરી રહ્યા છે. બંને રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવયાપામાં જોવા મળશે. લવયાપા ફિલ્મનું ટ્રેલર ફિલ્મ મેકર્સ રિલીઝ કરી દીધું છે. ફિલ્મનું ટ્રેલર કોમેડી અને ડ્રામાથી ભરપુર છે. ખુશી કપૂર અને જુનેદ ખાન આ પહેલા ઓટીટી ડેબ્લ્યુ કરી ચૂક્યા છે. ખુશી કપૂર આર્ચીઝમાં જોવા મળી હતી જ્યારે જુનૈદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ હતી.
આ પણ વાંચો: 'હું લેસ્બિયન છું...' 37 વર્ષની અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ પર શેર કરી સૌથી ખરાબ ઘટના
નવી આપવા ફિલ્મનું ટ્રેલર મજેદાર છે. ઝૈન ઝીની મોર્ડન લવ સ્ટોરીને આ ફિલ્મ રજૂ કરે છે. આ ટ્રેલર આજના યુવાનોને પણ કનેક્ટ કરે છે. ટ્રેલરની શરૂઆત જુનૈદ ખાન અને ખુશી કપૂરના મજેદાર સીનથી શરુ થાય છે. જેમાં તેઓ એક યંગ કપલ હોય છે તેમને લગ્ન કરવા હોય છે.
પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આશુતોષ રાણા એટલે કે ખુશી કપૂરના પિતા બંનેને એકબીજાનો ફોન 24 કલાક માટે રાખવા આપે છે. એકબીજાનો ફોન એક્સચેન્જ થયા પછી ફિલ્મમાં અસલી મજા અને ડ્રામા શરૂ થાય છે. ખુશી કપૂર અને જુનેદ ખાનની સામે એકબીજાના છુપાયેલા રાજ ખૂલે છે.
આ પણ વાંચો: Bigg Boss 18: કરણવીર ચુમને ચોંટી ગયો, 18 સેકન્ડના લવ બાઈટના વીડિયોએ મચાવ્યો હોબાળો
અત્યાર સુધીમાં હલકી ફુલકી કોમેડી સાથેની લવ સ્ટોરી તમે પણ જોઈ હશે પરંતુ આ ફિલ્મમાં નવીનતા છે ઝેન ઝી લવ સ્ટોરી. આજના સમયમાં સામાન્ય વાત છે કે તમે કોઈ ઝેન ઝીનો ફોન લઈ લો તો તેની બધી જ પોલ ખુલી જાય છે. આજ વાતને આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે.
આ વર્ષના વેલેન્ટાઇનને ખાસ બનાવવા માટે આ ફિલ્મ ઉપર વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થવા જઈ રહી છે. લવયાપા ફિલ્મ 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે