Home> Entertainment
Advertisement
Prev
Next

સિનેમાઘરોમાં રિલીઝ થશે કિયારાની ફિલ્મ 'ઇંદૂ કી જવાની', જાણો તારીખ


લક્ષ્મી બાદ અભિનેત્રીની વધુ એક ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. કિયારાની ફિલ્મ ઇંદૂ ની જવાની આગામી એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને કિયારા ખુબ એક્સાઇટેડ જોવા મળી રહી છે. 
 

સિનેમાઘરોમાં રિલીઝ થશે કિયારાની ફિલ્મ 'ઇંદૂ કી જવાની', જાણો તારીખ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કિયારા આડવાણીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર થોડા સમયમાં પોતાના પગ જમાવી લીધા છે. અભિનેત્રી ઘણી હિટ ફિલ્મોમાં સામેલ રહી છે. હાલમાં અક્ષય કુમાર સાથે તે ફિલ્મ લક્ષ્મીમાં જોવા મળી હતી. હવે અભિનેત્રીની વધુ એક ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. કિયારાની ફિલ્મ ઇંદૂ કી જવાની આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. તેને લઈને કિયારા ખુબ આતૂર જોવા મળી રહી છે. 

fallbacks

કિયારા આડણાનીની આ ફિલ્મ 11 ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મને થિએટરમાં રિલીઝ કરવાની સંભાવના છે. કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવ્યું કે, ઘણી મોટા બજેટની ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ હવે ધીમે-ધીમે ફિલ્મોને થિએટરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. 

કિયારા આ ફિલ્મને લઈને ખુબ આતૂર જોવા મળી રહી છે. મહત્વનું છે કે તે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ સિવાય તે ફિલ્મ જુગ જુહ જિયોનો પણ ભાગ છે. તે આ ફિલ્મમાં વરૂણ ધવનની ઓપોઝિટ જોવા મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આદિત્ય સીલ સાથે જોવા મળશે
ફિલ્મની વાત કરીએ તો તેમાં કિયારા આડવાણીની વિરુદ્ધ અભિનેતા આદિત્ય સીલ જોવા મળશે. પ્રથમવાર આ બંન્નેની જોડી એક સાથે સિલ્વર સ્ક્રીન પર નજર આવશે. ફિલ્મના ડાયરેક્ટર અબીર સેનગુપ્તા છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી બોલીવુડની મોટી ફિલ્મો સિનેમાઘરોના સ્થાને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાનાની ગુલાબો સિતાબો, જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન-સક્સેના બાયોપિક, સુશાંત સિંહ રાજપૂતની દિલ બેચારા અને અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી તેમાં સામેલ છે. 
 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More