Home> Entertainment
Advertisement
Prev
Next

કિયારા અડવાણીથી ઓછી સુંદર નથી કિયારાની માતા, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

Kiara Advani Unseen Family Photos: સેલેબ્સની સાથે ચાહકો પણ કિયારાની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ફેન્સે લખ્યું કે સિદ્ધાર્થની સાસુ ખૂબ જ સુંદર છે. કોઈએ કમેન્ટ કરી કે સિદ્ધાર્થની સાસુ કિયારાની મોટી બહેન જેવી લાગે છે.

કિયારા અડવાણીથી ઓછી સુંદર નથી કિયારાની માતા, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

Kiara Advani Unseen Family Photos: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીએ સાત જન્મના બંધનમાં બંધાયા. તેમના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા. તેમના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને હવે કિયારાએ વધુ કેટલાક ફેમિલી ફોટોઝ શેર કર્યા છે.

fallbacks

આ પણ વાંચો:

આ સાઉથ સ્ટાર્સના લગ્નમાં પણ થયો કરોડોનો ખર્ચ, કિંમતી કપડા અને ઘરેણા હતા ચર્ચામાં

Gadar ફિલ્મ પહેલા આ સ્ટાર્સને થઈ હતી ઓફર, સની દેઓલ અને અમીષા હતા મેકર્સની લાસ્ટ ચોઈસ

કિયારાએ તેની માતાના ફોટોઝ કર્યા શેર
કિયારા અડવાણીએ તેની માતાના જન્મદિવસ પર તેના લગ્નના પરિવારના ફોટા શેર કર્યા હતા. મમ્મા પર ઘણો પ્રેમ વરસાવતા તેમણે કેપ્શનમાં લખ્યું, 'મમ્મા. મારી પ્રિય, સંભાળ રાખવાવાળી, પ્રાર્થના કરતી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ... હું તમારી પુત્રી બનવા માટે ધન્ય છું.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ચાહકોએ સિદ્ધાર્થની સાસુના વખાણ કર્યા
સેલેબ્સની સાથે ચાહકો પણ કિયારાની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ફેન્સે લખ્યું કે સિદ્ધાર્થની સાસુ ખૂબ જ સુંદર છે. કોઈએ કમેન્ટ કરી કે સિદ્ધાર્થની સાસુ કિયારાની મોટી બહેન જેવી લાગે છે.

કેન્ડિડ ફેમિલી ફોટો
આ તસવીરમાં સિદ્ધાર્થની સાસુ ઉપરાંત તેના સસરા પણ પોઝ આપી રહ્યાં છે. કિયારાના ભાઈઓ પાછળ ઉભા છે અને બધા ખૂબ ખુશ દેખાય છે. ફેમિલીનો આ ફોટો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

કિયારા આ ફિલ્મોમાં જોવા મળશે
કિયારા અડવાણી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળી હતી. હવે તે કાર્તિક આર્યન સાથે 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. તેની પાસે રામ ચરણ સાથે એક ફિલ્મ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More