Home> Entertainment
Advertisement
Prev
Next

અજયદેવગનની ફિલ્મમાં સાઉથની આ હસીનાની થઇ એન્ટ્રી, જલ્દી શરૂ થશે શૂટિંગ

બોલીવુડ એક્શન હીરો અજય દેવગન સાથેની નવી ફિલ્મમાં સાઉથની હસીના કિર્તી સુરેશની એન્ટ્રી થઇ રહી છે. આગામી દિવસોમાં જલ્દીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે. 

અજયદેવગનની ફિલ્મમાં સાઉથની આ હસીનાની થઇ એન્ટ્રી, જલ્દી શરૂ થશે શૂટિંગ

નવી દિલ્હી : બોલીવુડમાં એકશન ઉપરાંત ઇમોશન અને કોમેડીમાં સાથી કલાકારોને મ્હાત આપનાર બોલીવુડ સ્ટાર અજય દેવગન ફરી એકવાર જોરદાર ધમાકો કરવા માટે આવી રહ્યા છે. જ્યાં આ દિવસોમાં તે ટોટલ ધમાલ દ્વારા બોક્સ પર છવાયેલા છે તો આગામી સમયમાં તે જલ્દીથી 'દે દે પ્યાર દે', તાનાજી ધ અનસંગ વોરિયર, ફૂટબોલ પ્લેયરની બાયોપિક અને ચાણક્યની બાયોપિકમાં નજર આવનાર છે. આ પૈકીની ઘણી ફિલ્મોના શૂટિંગ શરૂ થઇ ગયા છે તો હજુ કેટલીક ફિલ્મ માટે સ્ટાર કાસ્ટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ફૂટબોલ પ્લેયર સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકને લઇને એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. 

fallbacks

સાઉથની એક ખૂબસુરત હસીના આ ફિલ્મમાં અજય દેવગન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. જી, હાં અલ્લૂ અર્જુન અને વિક્રમ સાથે ફિલ્મો કરી ચૂકેલી કિર્તી સુરેશ અજય દેવગન સાથે હિન્દી ફિલ્મમાં એન્ટ્રી લેનાર છે. ફિલ્મના નિર્દેશક અમિત શર્મા છે. અજય દેવગન આ ફિલ્મમાં ભારતીય ફૂટબોલ ટીમના કોચ રહી ચૂકેલા સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં છે જ્યારે કિર્તી એમની પત્નીની ભૂમિકામાં છે. 

fallbacks

કિર્તીએ એક નિવેદનમાં કહ્યું કે, હું આવી એક સરસ મજાની બાયોપિકનો હિસ્સો બનવા જઇ રહી છું એ વાતને લઇને ખુશી છે અને જાતને સન્માનિત અનુભવું છું. આ ફિલ્મ ભારતીય ઇતિહાસમાં ભૂલી જવાયેલા એક અધ્યાય છે અને મને ખુશી છે કે નિર્માતાએ મને આ ફિલ્મ માટે પસંદ કરી. આ એક એવી ફિલ્મ છે જે દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવશે. 

fallbacks

કિર્તીએ કહ્યું કે, અજય દેવગન જેવા પ્રતિભાશાળી અભિનેતા સાથે કામ કરવાને લઇને હું સન્માનની લાગણી અનુભવું છું. રહીમના બાયોપિકનું શૂટિંગ જૂનમાં શરૂ થશે. ફિલ્મના નિર્માણ આકાશ ચાવલા અને અરૂણવ જોય સેનગુપ્તા સાથે બોની કપુર કરી રહ્યા છે. 

fallbacks

અહીં તમને જણાવી દઇએ કે બધાઇ હો ફિલ્મના ડાયરેક્ટર અમિત શર્મા નિર્દેશિત આ ફિલ્મ 1951થી 1962 સુધી ફૂટબોલ જગતના સ્વર્ણિમ સફર પર આધારિત હશે. જેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. 

મનોરંજનના વધુ ન્યૂઝ જાણવો અહીં કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More