Home> Entertainment
Advertisement
Prev
Next

પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી રાતોરાત સગાઈ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સર્બિયાઈ મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેકોવિચ (Natasa Stankovic) ની સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે બુધવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ફોટો શેર કરતા આ માહિતી આપી છે. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અઢળક વિશીશ હાર્દિકને મળી રહી છે. પરંતુ હાલ લોકોને એ જાણવામાં રસ છે કે, આખરે આ પટાખા ગર્લ નતાશા કોણ છે અને શું કરે છે. જેના પર આ સ્ટાર ક્રિકેટરનું દિલ આવી ગયું છે. 

પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી રાતોરાત સગાઈ

અમદાવાદ :ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સર્બિયાઈ મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેકોવિચ (Natasa Stankovic) ની સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે બુધવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ફોટો શેર કરતા આ માહિતી આપી છે. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અઢળક વિશીશ હાર્દિકને મળી રહી છે. પરંતુ હાલ લોકોને એ જાણવામાં રસ છે કે, આખરે આ પટાખા ગર્લ નતાશા કોણ છે અને શું કરે છે. જેના પર આ સ્ટાર ક્રિકેટરનું દિલ આવી ગયું છે. 

fallbacks

સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2019ના અંતિમ દિવસે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી છે. તેમાં તે એક્ટ્રેસ નતાશા સ્ટાંકોવિચ સાથે છે. પંડ્યાએ ફોટોની સાથે કેપ્શન લખી છે કે, નવા વર્ષની શરૂઆત આતશબાજીની સાથે... આ ફોટોમાં હાર્દિકે નતાનાનો હાથ પકડ્યો છે. સાથે જ દિલની ઈમોજી પણ બનાવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આખા જાન્યુઆરી મહિનામાં Team Indiaનું શિડ્યુલ છે જબરદસ્ત બિઝી, જોઈ લો કેલેન્ડર

સત્યાગ્રહથી કર્યું હતું બોલિવુડમાં ડેબ્યુ
હકીકતમાં, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડથી હવે મંગેતર બની ચૂકેલી નતાશા સ્ટાંકોવિચ એક સર્બિયન એક્ટ્રેસ, મોડલ અને ડાન્સર છે. ફેમસ ડાયરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી નતાશાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, ઈન્ડિયામાં તેણે ‘બિગબોસ’ની 8મી સીઝન અને બાદશાહનું સોન્ગ ‘ડીજેવાલે બાબુ...’થી પોપ્યુલારિટી મળી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Forever yes 🥰💍❤️ @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

2012માં ઈન્ડિયા આવી હતી
નતાશા વર્ષ 2012માં એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ઈન્ડિયા આવી હતી. મોડલ તરીકે તેણે શરૂઆતમાં ફિલીપ્સ, કેડબરી અને જ્હોનસ એન્ડ જ્હોનસ જેવી બ્રાન્ડમાં કામ કર્યું હતું. વર્ષ 2013માં પહેલીવાર આ સર્બિયન મોડલને સત્યાગ્રહ ફિલ્મમાં બ્રેક મળ્યો હતો. અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને કરીના કપૂર સ્ટારર આ ફિલ્મમાં નતાશાએ ‘અઈયો જી...’ આઈટમ નંબર કર્યું હતું.

મજૂરના દીકરાને દીપડો ઉપાડે એ પહેલાં મજૂરો દોડી આવ્યા, માંડમાંડ બચ્યો બાળકનો જીવ  

બિગબોસમાં મળી હતી ઓળખ
તેના બાદ વર્ષ 2014માં નતાશા સ્ટાંકોવિચને ફેમસ બોલિવુડ રેપર બાદશાહના મ્યૂઝિક વીડિયો ‘બંદૂક’માં રોલ મળ્યો હતો. આ વર્ષે તેને વિવાદાસ્પદ ટીવી શો ‘બિગબોસ’ના ઘરમાં એક મહિનો રહેવાનો મોકો મળ્યો હતો. જોકે, નતાશાને બ્લોકબસ્ટર સોન્ગ ‘ડીજેવાલે બાબુ...’થી સૌથી વધુ પોપ્યુલારિટી મળી હતી.

શાહરૂખની ફિલ્મ મળી
બે વર્ષ બાદ એટલે કે 2016માં નતાશાને સૌરભ વર્માના ડાયરેક્શનમાં બનેલી '7 Hours to Go' ફિલ્મમાં એક મહિલા પોલીસ કર્મચારીનો રોલ મળ્યો હતો. તો 2017માં નતાશાએ ‘ફુકરે રિર્ટન્સ’માં ‘મહેબૂબા...’ ડાન્સ નંબર કર્યું હતું. જેના બાદ તેની પોપ્યુલારિટી વધી હતી. બાદમાં તેણે સુપરસ્ટાર શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ઝીરોમાં કેમિયો રોલ કર્યો હતો.

અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ્યું પોતાનું ધાવણ

નચ બલિયે...માં પણ આવી ચૂકી છે
ગત વર્ષે આવેલી ફિલ્મ 'The Holiday'માં પણ સર્બિયન એક્ટ્રેસ જોવા મળી હતી. રિલાયિલીટ ડાન્સ શો નચ બલિયેમાં પણ નતાશા પોતાના પાર્ટનર અલી ગોની સાથે ડાન્સ કરતા નજરે આવી હતી. ઉલ્લેખનીય છે કે, નતાશા હાર્દિક પંડ્યા પહેલા અલી ગોની સાથે રિલેશનમાં હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More