Home> Entertainment
Advertisement
Prev
Next

Unlocked...કોરિયન થ્રીલર, જેમાં એક ફોન ગૂમ થયા બાદ એવી એવી ઘટનાઓની હારમાળા સર્જાય છે

Unlocked: કોરિયન ડ્રામા અને ફિલ્મોનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. જો તમે પણ કોરિયન ફિલ્મના શોખીન હશો તો આ ફિલ્મ તમને જરૂર ગમેશે. નેટફ્લિક્સ પર આજે રિલીઝ થયેલી ફિલ્મ અનલોક્ડ (Unlocked) એ લોકોમાં ખુબ આતુરતા જગાવી હતી.

Unlocked...કોરિયન થ્રીલર, જેમાં એક ફોન ગૂમ થયા બાદ એવી એવી ઘટનાઓની હારમાળા સર્જાય છે

કોરિયન ડ્રામા અને ફિલ્મોનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. જો તમે પણ કોરિયન ફિલ્મના શોખીન હશો તો આ ફિલ્મ તમને જરૂર ગમેશે. નેટફ્લિક્સ પર આજે રિલીઝ થયેલી ફિલ્મ અનલોક્ડ (Unlocked) એ લોકોમાં ખુબ આતુરતા જગાવી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ કિમ તાએ-જૂન દ્વારા તૈયાર કરવામાં આવી છે. 

fallbacks

ફિલ્મની સ્ટારકાસ્ટ
ફિલ્મ વિશે વાત કરીએ તો તે અકિરા શિંગાની બેસ્ટ સેલિંગ જાપાનીઝ નોવેલ Sumaho o Otoshita dake પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં ચુન વો-હી, યીમ સી-વાન, કિમ હે-વોન, પાર્ક હો-સાન, કિમ યે-વોન, જીઓન જિન-ઓ, કિમ જો-રાયંગ અને લી જાએ-વૂ જેવા કલાકારો છે. 

સંક્ષિપ્તમાં ફિલ્મ વિશે જાણો
આ ફિલ્મ ના-મી કે  જે એક સામાન્ય ઓફિસ કર્મચારી છે તેના પર આધારિત જેની એક સ્માર્ટફોન ગૂમાવ્યા બાદ લાઈફ એકદમ અપડાઉન થઈ ગઈ છે. ફોનમાં તેની અનેક પર્સનલ ઈન્ફોર્મેશન હતી. ના-મીનો આ ફોન જૂન-યોંગ નામના એક ખતરનાક વ્યક્તિ પાસે પહોંચી જાય છે જે તેનો ફોન તેને પાછો આપતા પહેલા તેમાં એક સ્પાયવેર ઈન્સ્ટોલ કરી નાખે છે. 

હવે ના-મીના ફોનમાં એક સ્પાયવેર ડાઉનલોડ થઈ ગયેલું છે. જેના કારણે જૂન-યોંગ તેની પળેપળની તમામ માહિતી મેળવી લે છે. આ દરમિયાન પોલીસ ડિટેક્ટિવ જી-મન કે જે જૂન-યોંગનો પિતા પણ છે તે એક મર્ડર ક્રાઈમ સીન જુએ છે અને ત્યાં તેના પુત્રની નિશાની મળે છે. આથી હવે યોંગના પિતા જી-મન ચોરીછૂપે જૂન યોંગ પર આ કેસમાં તેની સંડોવણી કેવી રીતે આવી તે અંગે તપાસ આદરે છે. વધુ માહિતી તો તમને હવે આ ફિલ્મ જોશો પછી જ ખબર પડશે. આ ફિલ્મને TV-MA રેટિંગ મળેલું છે. જેનો અર્થ થાય છે કે આ ફિલ્મ એડલ્ટ ઓડિયન્સ માટે છે. 

ફિલ્મનું ટ્રેલર પણ જુઓ....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More