નવી દિલ્હીઃ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં શાહરૂખ ખાન લગભગ દરેક સીઝનમાં જોવા મળે છે. કરણ જોહર અને શાહરૂખ ખાન મિત્રો છે અને કોફી વિથ કરણમાં એસઆરકે એક રૂટીન મહેમાન રહ્યાં છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે આ સીઝનમાં શાહરૂખ ખાન જોવા મળશે નહીં. પરંતુ તે પાછળ શું કારણ છે? શું શાહરૂખ અને કરણના સંબંધમાં કોઈ ખટાસ આવી ગઈ છે?
આ વર્ષે કોફી વિથ કરણમાં જોવા મળશે નહીં શાહરૂખ
કરમ જોહરે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીતમાં જણાવ્યું કે આ વખતે શાહરૂખ ખાન તો નહીં પરંતુ આમિર ખાન તેના ચેટ શોનો મહેમાન બનશે. શાહરૂખ ખાને આ વર્ષે કાઉચને સ્કિપ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તે આ સમયે કામમાં વ્યસ્ત છે અને હજુ મીડિયાને ફેસ કરવા ઈચ્છતા નથી. શાહરૂખ ખાન આ ફેઝને પઠાણ માટે બચાવી રાખવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ 'દીવાર' માં અમિતાભના બાળપણનો અભિનય કરનાર છોકરો કરે છે આ કામ, પુત્રી પણ છે અભિનેત્રી
કરણ જોહરે શાહરૂખનું કર્યું સમર્થન
કરણ જોહરે પોતાના મિત્રને સપોર્ટ કરતા કહ્યુ કે શાહરૂખ ખાનનો આ નિર્ણય બેસ્ટ છે કારણ કે એકવાર જ્યારે તેની ફિલ્મ રિલીઝ થશે તો પબ્લિક અને મીડિયા ઈવેન્ટ્સનું પૂર આવવાનું છે. કરણ જોહરે કહ્યુ કે શાહરૂખ ખાને પોતાના ફેન્સને લાંબી રાહ જોવડાવી છે અને જેટલો વેટ તેમણે કર્યો છે એટલો પ્રેમ શાહરૂખ પર લોકોનો વરસવાનો છે.
ટાઈગર અને પઠાણ યુનિવર્સિ હશે થશે મર્જ
નોંધનીય છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મ દ્વારા મેકર્સ ટાઈગર અને પઠાણ યુનિવર્સને ક્લબ કરવા વિશે વિચારી રહ્યાં છે. લાંબા સમય બાદ એકવાર ફરી શાહરૂખ ખાન અને સલમાન ખાન એક સાથે હશે.એટલું જ નહીં શાહરૂખ ઘણી ફિલ્મોમાં કેમિયો રોલ પ્લે કરતો પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર અને લાલ સિંહ ચડ્ઢા જેવી ફિલ્મોમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે