Home> Entertainment
Advertisement
Prev
Next

કૃણાલ ખેમૂએ દિલ પર કોતરાવ્યું ટેટૂ, આ ખાસ વ્યક્તિનું લખ્યું છે નામ

બોલીવુડ સ્ટાર કૃણાલ ખેમૂ (Kunal Kemmu)એ તાજેતરમાં જ પોતાના ટેટૂને લઇને ચર્ચામાં છે. કૃણાલનું આ ટેટૂ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે કારણ કે કૃણાલ ખેમૂએ આ ટેટૂને પોતાના દિલની નજીક કોતરાવ્યું છે.

કૃણાલ ખેમૂએ દિલ પર કોતરાવ્યું ટેટૂ, આ ખાસ વ્યક્તિનું લખ્યું છે નામ

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર કૃણાલ ખેમૂ (Kunal Kemmu)એ તાજેતરમાં જ પોતાના ટેટૂને લઇને ચર્ચામાં છે. કૃણાલનું આ ટેટૂ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે કારણ કે કૃણાલ ખેમૂએ આ ટેટૂને પોતાના દિલની નજીક કોતરાવ્યું છે. તેને જોયા બાદ રેક કોઇ બોલીવુડ સ્ટારની પ્રશંસા કરતાં થાકી રહ્યો નથી. હિંદુ ધર્મના ચિન્હો સાથે કૃણાલ ખેમૂએ આ ટેટૂને કોતરાવ્યું છે. કૃણાલ ખેમૂએ પોતે આ વાતની જાણકારી આપતાં એક સુંદર ફોટો શેર કર્યો છે. 

fallbacks

કૃણાલ ખેમૂએ શેર કરી તસવીર
કૃણાલ ખેમૂએ પોતાના પુત્રી ઇનાયાના નામનું ટેટૂ કોતરાવ્યું છે. ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં કૃણાલ ખેમૂએ લખ્યું 'આ ઇંક ભાવનાત્મક રૂપથી ખરેખર મારા દિલની નજીક છે. મારી નાનકડી બાળકી હંમેશા મારો એક ભાગ રહેશે. તેનું નામ ઇનાયા જે વચ્ચે છે અને તેનું મિડલ નામ નૌમી છે જેનો અર્થ છે દેવી દુર્ગા, જેને લાલ બિંદીથી દર્શાવવામાં આવ્યું છે અને બંનેના માથા પર ત્રિશૂલ બનેલું છે. ધન્યવાદ, આટલા ઓછા સમયના નોટિસ પર કરવા બદલ. મને આ પસંદ છે.'

વાયરલ થઇ તસવીર
કૃણાલ અને ઇનાયાના ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ કૃણાલ ખેમૂ અને સોહા અલી ખાને પોતાની પુત્રી ઇનાયાનો બર્થડે ધામધૂમથી ઉજવ્યો હતો. આ ફોટા થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. કૃણાલ ખેમૂ મોટાભાગે પોતાની પુત્રી ઇનાયાની સાથે ક્યૂટ તસવીરો શેર કરી ફેન્સનું દિલ જીતી લે છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More