કુવૈત: તામિલ સુપર સ્ટાર વિજયની નવી ફિલ્મ બીસ્ટ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ મોટા પડદા પર આવે તે પહેલા જ ફેન્સમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે એવું કહી શકાય કે વિજયની આ ફિલ્મ બોકસ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી શકે છે. પરંતુ હાલ કુવૈતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. કુવૈતમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લાગ્યો છે, જેનો અર્થ છે કે ત્યાંના લોકો 'Beast' નો આનંદ માણી શકશે નહીં. ફિલ્મનું નિર્દેશન નેલ્સન દિલીપ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં વિજય મુખ્ય ભૂમિકામાં કામ કર્યું છે અને આ એક હોસ્ટેજ ડ્રામા ફિલ્મ છે.
આ ફિલ્મો પર પણ લાગ્યો હતો પ્રતિબંધ
આ ફિલ્મમાં કથિત રીતે મુસ્લિમ પાત્રોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેનો કુવૈત સરકારે જબરદસ્ત વિરોધ કર્યો છે અને તેના કારણે ત્યાં 'બીસ્ટ' પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ Dulquer Salmaan ની 'Kurup' અને વિષ્ણુ વિશાલની 'એફઆઈઆર' પર પણ આ જ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અચ્છા...તો આ શરતોનો કારણે અટકીને પડી છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દિશા વાકાણીની વાપસી!
આવી ફિલ્મોને મળતી નથી મંજૂરી
ફિલ્મ 'કુરુપ'માં જ્યાં એક ઠગ કુવૈતમાં આશ્રય લેતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે, 'FIR'માં પણ એક મુસ્લિમ આતંકવાદી સાથે જોડાયેલી કહાની હતી. હકીકતમાં, આરબ દેશોને આતંકવાદીઓના આશ્રયસ્થાન તરીકે દર્શાવતી ફિલ્મોને કુવૈતમાં રિલીઝ કરવાની મંજૂરી મળતી નથી. તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતના ઘણા લોકો કુવૈતમાં રહે છે અને તેઓ આ ફિલ્મની 13મી એપ્રિલે રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
UAEના દર્શકો ઉઠાવી શકશે આનંદ
કુવૈતની સરકારે આ ફિલ્મને પોતાના દેશના હિતોની વિરુદ્ધ ગણાવી છે. રસપ્રદ વાત એ છે કે, કુવૈતે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેને સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અન્ય આરબ દેશોમાં મંજૂરી મળી ગઈ છે. જ્યાં સુધી ફિલ્મના ટ્રેલરની વાત છે તો તે જબરદસ્ત હિટ થયું છે. અત્યાર સુધીમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. નોંધનીય છે કે વિજયનું મિડલ ઇસ્ટમાં જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે, તેથી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાથી ભારત બહાર તેના બોક્સ ઓફિસ કલેક્શનને અસર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે