Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ થતાની સાથે જ આમિરની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા કેમ આવી ચર્ચામાં? ફિલ્મ જોવા જેવી છે કે નહીં જાણો

Laal Singh Chaddha Review: આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મ કેવી છે તેની કહાની શું છે અને ફિલ્મને જોવા જવાય કે નહીં તેની તમામ માહિતી તમને આપીશું.

રિલીઝ થતાની સાથે જ આમિરની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા કેમ આવી ચર્ચામાં? ફિલ્મ જોવા જેવી છે કે નહીં જાણો

Laal Singh Chaddha Review: લાલસિંહ ચઢ્ઢામાં આમિર ખાન ફરી એકવાર કરીના કપૂર સાથે જોડી જમાવી છે. છેલ્લા ઘણા દિવસોથી લાલસિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયામાં બહિષ્કાર કરવાનો ટ્રેડ ચાલી રહ્યો હતો. ત્યારે બોયકોટની વાતો વચ્ચે પણ લાલસિંહ ચઢ્ઢા તમારા દિલ જીતી લેશે.

fallbacks

પહેલી 20 મિનિટ છે મહત્વની-
ફિલ્મની શરૂઆત થતાની સાથે મુખ્ય પાત્રનું નામ આપણને જાણવા મળી જાય છે. પહેલી 20 મિનિટમાં ખબર પડી જશે કે આ ફિલ્મ એક બાયોગ્રાફી છે. લાલસિંહ ચઢ્ઢા ટ્રેનમાં જઈ રહ્યા છે. તેને ક્યાંક પહોંચવાનું હોય છે. ત્યારે સફરમાં શરૂ થયેલી વાતચીત જ શરૂઆત થાય છે ફિલ્મની કહાનીની.

આ પણ વાંચોઃ  રક્ષાબંધને ખેલાયું યુદ્ધ! મુગલ સેના સામે હાથમાં માત્ર બે પથ્થર લઈ ઉભા હતા મહારાજ, કઈ રીતે પ્રગટ થયા હનુમાનજી?

શું છે ફિલ્મની કહાની-
લાલસિંહ ચઢ્ઢા વાસ્તવમાં દિવ્યાંગ હોય છે. પરંતુ તેની માતા તેના દીકરાને કોઈથી નબળો સમજવા તૈયાર જ નથી. ત્યારે અહીંથી જ લાલસિંહની કહાની શરૂ થાય છે. ત્યારે લાલસિંહ માટે એવા લોકો જરૂરી હોય છે જે તેના વિકાસ માટે મહત્વનો ફાળો આપે. તેની મિત્ર રૂપા કહે છે ભાગ લાલ ભાગ, આ ડાયલોગ ફિલ્મનો મુખ્ય સૂત્ર બની જાય છે.ત્યારે આ સફરમાં લાલસિંહ આપણને સમજાવે છે કે આપણે લોકોને ભયાનક પ્રકારનો પ્રેમ કરી શકીએ છીએ.

આ પણ વાંચોઃ  Raksha Bandhan : ભાભી રાખડી કોને કહેવાય? જાણો રક્ષાબંધન પર કેમ નણંદ પોતાની ભાભીને બાંધે છે રાખડી

આલોચકોના મોઢા પર તમાચો છે લાલસિંહ ચઢ્ઢા-
ફિલ્મમાં અંતે બહાર આવે છે લાલસિંહ ચઢ્ઢા માત્ર દોડી જ શકે છે. પરંતુ આ દોડમાં લાલસિંહ ચઢ્ઢાએ પોતાનું આખું જીવન જીવી લે છે. એટલું જ નહીં બીજા લોકોને જીવતા શિખવાડે છે. ત્યારે આ ફિલ્મ દેશ પ્રત્યના પ્રેમને ઓછું દેખાડે છે એવું કહેનાર લોકો માટે મોઢા પર તમાચો છે. ફિલ્મ જોશો તો તમે ખુદ સમજી જશો. લાલસિંહના જીવન જીવવાના પ્રયાસમાં આપણે પણ ખુદને જોઈ શકીએ છીએ.

આ પણ વાંચોઃ  ઘરના મુખ્ય દરવાજે કેમ બનાવાય છે સ્વસ્તિક? જાણો તેનું મહત્વ અને તેની પાછળનું વિશેષ કારણ

કેવી છે આ ફિલ્મ-
આ એક અદ્ભૂત ફિલ્મ છે. લાંબા સમય બાદ આવી ફિલ્મ આવી છે જે પોતાની કહાનીના લીધે સ્ક્રીન પર રાજ કરશે. લાલસિંહ ચડ્ઢા એવી ફિલ્મ છે જે તમને આકર્ષિત કરશે. આ ફિલ્મ ના માત્ર તમે પણ તમારા પરિવાર અને મિત્રોને પણ આ ફિલ્મ એક વાર જોવા જવાનું કહેજો.

આ પણ વાંચોઃ  હવે કૂતરો પાળનારે આપવો પડશે Dog Tax! આ નિયમ જાણી લેજો નહીં તો ડોગીનો શોખ ખવડાવશે જેલની હવા!

ફિલ્મમાં ઈતિહાસનો પણ છે ઉલ્લેખ-
આ ફિલ્મમાં ભારતના ઈતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની આઝાદી હોય, શીખો વિરૂદ્ધ હિંસા હોય, બાબરી મસ્જિદ ધ્વંસનો સમય હોય કે પછી બીજી કોઈ ઘટના એ સમય સાથે પુરો ન્યાય કરવામાં આવ્યો છે. જો તમે પ્રખર ઈતિહાસકાર છો અને તળિયા સુધી જઈને તપાસ કરશો તો ખબર પડશે કે એક બે વસ્તુ પોતાના સ્થાનેથી હલાવવામાં આવી છે. પરંતુ આ જ વસ્તુ લેખકોની જીતનો મજબૂત પાયો બને છે.

આ પણ વાંચોઃ  1983 ના વર્લ્ડકપમાં આ ખેલાડીએ નાંખ્યો હતો ભારતની જીતનો પાયો, શું તમને ખબર છે આ વાત?

ફોરેસ્ટ ગમ્પનું હિન્દી વર્ઝન-
એ વાત સાચી છે કે લાલસિંહ ચઢ્ઢા અંગ્રેજી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું હિન્દી વર્ઝન કહેવામાં આવશે. પણ અતુલ કુલકર્ણીએ લખેલી આ ફિલ્મ એ અંગ્રેજી ફિલ્મ કરતા ઘણી આગળ છે. તમે ભૂલી જાઓ કે તમે ફોરેસ્ટ ગમ્પપ જોઈ છે. અને જો તમને યાદ પણ હશે તો લાલસિંહ ચઢ્ઢાને જોયા બાદ તમે કહેશો કે આ કિસ્સો અલગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More