Home> Entertainment
Advertisement
Prev
Next

Shahid Kapoor પાછળ લટ્ટુ થઈ ગઈ હતી આ સ્ટારકિડ, પોતાને શાહીદની પત્ની ગણાવતી હતી

Shahid Kapoor: આ સ્ટારકિડના પિતાનું નામ જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આટલા દિગ્ગજ કલાકારની પુત્રીનું આ કામ કેવી રીતે હોઈ શકે? 

Shahid Kapoor પાછળ લટ્ટુ થઈ ગઈ હતી આ સ્ટારકિડ, પોતાને શાહીદની પત્ની ગણાવતી હતી

Starkid Obsessed With Shahid Kapoor: બોલીવુડ અભિનેતા શાહીદ કપૂર તેની એક્ટિંગ અને સાથે સાથે લુક્સને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. બોલીવુડના સૌથી ગુડલુકિંગ અભિનેતાઓમાં તે સામેલ છે તે વાતમાં કોઈ શક નથી. પોતાની કરિયરના શરૂઆતના સમયમાં તે ચોકલેટી બોય તરીકે પણ ઓળખાતો હતો. છોકરીઓ શરૂઆતથી જ તેની પાછળ પાગલ છે પરંતુ એક છોકરી તો શાહીદ પર એ હદે લટ્ટુ હતી કે તેણે અભિનેતાને સ્ટોક સુદ્ધા  કરવાનો શરૂ કરી દીધો હતો. ખાસ વાત એ હતી કે આ છોકરી સ્ટારકિડ હતી અને શાહીદના પ્રેમમાં પાગલ હતી. 

fallbacks

પ્રેમ બની ગયો જૂનૂન
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિવંગત અભિનેતા રાજકુમારની પુત્રી વાસ્તવિકતા પંડિત શાહીદ કપૂર પાછળ પાગલ હતી. એવું કહેવાય છે કે શાહીદ અને વાસ્તવિકતા પહેલેથી એકબીજાને જાણતા હતા. બંને જાણીતા કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ક્લાસમાં એક સાથે હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે દરમિયાન વાસ્તવિકતા શાહીદને પોતાનું દિલ આપી ચૂકી હતી. પરંતુ તેનો પ્રેમ એકતરફી હતો. જ્યારે શાહીદ તરફથી વાસ્વિકતાને પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો તો તે શાહિદનો ફિલ્મના સેટ પર પીછો કરવા લાગી હતી. એટલું જ નહીં શાહીદ જેવો સેટ પરથી બહાર આવતો કે તે તેનો રસ્તો પણ રોકવા લાગી હતી. 

'જો બંનેએ સહમતિથી સેક્સ રિલેશન બનાવ્યા હોય તો તે બળાત્કાર ગણાશે નહીં'

પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો

ટોલ પ્લાઝા પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો ટોલ ટેક્સમાં મળે મુક્તિ, જાણો નિયમ

કારના બોનેટ પર બેસી જતી
મીડિયા રિપોર્ટ્સ મુજબ વાસ્તવિકતા શાહીદ માટે એ હદે પાગલ હતી કે તે તેના કારના  બોનેટ પર બેસી જતી હતી અને તેને જણાવતી હતી કે તે તેની સૌથી મોટી ફેન છે. તેનાથી પણ વધુ ખતરનાક તો એ હતું કે રાજકુમારની પુત્રીએ શાહીદના ઘરની આજુબાજુના લોકો સામે પોતાની જાતને શાહીદની પત્ની ગણાવવાનું શરૂ કરી દીધુ હતું. આ બધી વાતોથી પરેશાન થઈને શાહીદે તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. અત્રે જણાવવાનું કે વાસ્તવિકતા પંડિતે વર્ષ 1996માં ફિલ્મ 'એસી ભી ક્યા જલદી હૈ'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More