Home> Entertainment
Advertisement
Prev
Next

5 વર્ષ પછી હજી પણ રહસ્યમય છે આ હિરોઇનનું મૃત્યુ, અમિતાભ સાથે પણ કર્યું છે કામ

આ એક્ટ્રેસની ગણતરી બોલિવૂડની આશાસ્પદ હિરોઇન તરીકે થતી હતી

5 વર્ષ પછી હજી પણ રહસ્યમય છે આ હિરોઇનનું મૃત્યુ, અમિતાભ સાથે પણ કર્યું છે કામ

મુંબઈ : એક્ટ્રેસ જિયા ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી, 1988ના દિવસે ન્યૂ યોર્કમાં થયો હતો. 3 જૂન, 2013ના દિવસે જિયા પોતાના ઘરે ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ મામલે જિયાની માતા રાબિયાનો આરોપ છે કે આ સુસાઇડ નથી પણ મર્ડર છે. હકીકતમાં જિયા અને આદિત્ય પંચોલીની દીકરા સૂરજ પંચોલી વચ્ચે અફેર હતું અને તેમના સંબંધોમાં સમસ્યા હતા. આ કારણે જિયા ડિપ્રેશનમાં હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હતી. જોકે રાબિયાનો દાવો છે કે સૂરજે જ તેની દીકરીની હત્યા કરી છે. 

fallbacks

અંકલજીનો વાઇરલ 'ગોવિંદા ડાન્સ' જોઈને રિયલ ગોવિંદા બોલી ઉઠ્યો કે...

રાબિયાએ ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ન્યાયની માગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે આખા મામલામા લોકલ પોલીસે તેની દીકરીની હત્યાને સુસાઇડનો મામલો બનાવી દીધો છે. તેણે પીએમ મોદીને પોતાની દીકરીના મોતના મામલામાં ફરીથી તપાસ કરવાની વિનંતી કરી હતી. આ મામલે સુરજના પિતા અને એક્ટર આદિત્ય પંચોલીએ સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ સમગ્ર મામલામાં મારો દીકરો નિર્દોષ છે પણ મને કોર્ટમાં ટ્રાયલ શરૂ થવાનો કોઈ ડર નથી. હું તો કોર્ટ ટ્રાયલની શરૂઆત થવાની રાહ જોઈ રહ્યો્ છું જેથી તમામ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય. 

fallbacksજિયાનું સાચું નામ નફીસા હતું. તેનો જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો પણ ઉછેર લંડનમાં થયો હતો. તેણે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિ:શબ્દ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ગીતા, કુરાન અને બાઇબલ જેવા ધર્મગ્રંથોનો અભ્યાસ કરતી હતી. તેણે અમેરિકાના ખ્યાતનામ લીસ્ટોસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સિટ્યૂટમાંથી કોર્સ પણ કર્યો હતો. જિયાને મ્યુઝિક, ગીત તેમજ ડાયરી લખવાનો શોખ હતો. તેણે આમિર ખાન સાથે 'ગજની' અને અક્ષયકુમાર સાથે 'હાઉસફુલ'માં પણ કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More