Home> Entertainment
Advertisement
Prev
Next

કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત

આરકે સ્ટુડિયો (RK STUDIO) ને આઝાદીના લગભગ એક વર્ષ બાદ જ 1948માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટુડિયો મુંબઈના ચેમ્બૂરમાં સ્થિત છે. આ સ્ટુડિયોએ વિતેલા જમાનામાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપી છે. આ સ્ટુડિયો સાથે બોલિવુડનો નાતો કંઈક ખાસ છે. કેમ કે, તેણે બોલિવુડને અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. હવે આ સ્ટુડિયોને તોડીને અહીં લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિયલ્ટી કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (Godrej Properties Ltd) એક ઐતિહાસિક આરકે સ્ટુડિયોની જમીન ગત વર્ષે ખરીદી હતી. કંપની આ જગ્યા પર હવે લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવા જઈ રહી છે. 

કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત

નવી દિલ્હી :આરકે સ્ટુડિયો (RK STUDIO) ને આઝાદીના લગભગ એક વર્ષ બાદ જ 1948માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટુડિયો મુંબઈના ચેમ્બૂરમાં સ્થિત છે. આ સ્ટુડિયોએ વિતેલા જમાનામાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપી છે. આ સ્ટુડિયો સાથે બોલિવુડનો નાતો કંઈક ખાસ છે. કેમ કે, તેણે બોલિવુડને અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. હવે આ સ્ટુડિયોને તોડીને અહીં લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિયલ્ટી કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (Godrej Properties Ltd) એક ઐતિહાસિક આરકે સ્ટુડિયોની જમીન ગત વર્ષે ખરીદી હતી. કંપની આ જગ્યા પર હવે લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવા જઈ રહી છે. 

fallbacks

India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....  

fallbacks

ન્યૂઝ એજન્સી એએનઆઈની માહિતી મુજબ, આ જમીન પર ગોદરેજ 3થી 4 બેડરૂમવાળા રેસિડન્સ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. રાજ કપૂરના નિર્દેશનમાં આ સ્ટુડિયોમાં રામ તેરી ગંગા મેલી ફિલ્મ 1958માં રિલીઝ થઈ હતી. આ શો મેન દ્વારા નિર્દેશિત અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસ મંદાકિની અને રાજકપૂરના દીકરી રાજીવ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, આકે ફિલ્મસે બોલિવુડને બરસાત, આવારા, બૂટ પોલિશ, શ્રી 420, જાગતે રહો જેવી શાનદાર ફિલ્મો આપી છે. આ ઉપરાંત જિસ દેશ મેં ગંગા બહતી હૈ, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી ફિલ્મો પણ આ સ્ટુડિયોની ખાસ યાદગીરી છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More