Home> Entertainment
Advertisement
Prev
Next

મેડ ઇન ચાઇના : સનેડો ગીતમાં દેખાઇ રાજકુમાર રાવ અને મૌની રોયની જોરદાર કેમેસ્ટ્રી

બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ (Rajkumar Rao)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ને લઇને ઘણા વ્યસ્ત ચાલી રહ્યાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલું આ ફિલ્મનું ધાંસૂ ટ્રેલરે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર ધમાલ માચીવ દીધી છે

મેડ ઇન ચાઇના : સનેડો ગીતમાં દેખાઇ રાજકુમાર રાવ અને મૌની રોયની જોરદાર કેમેસ્ટ્રી

નવી દિલ્હી: મેડ ઇન ચાઇના ફિલ્મના ટ્રેલર બાદ ગીત જોરદાર ધૂમ મચાવી રહ્યા છે. ઓઢણી બાદ સનેડો ગીત રિલીઝ થયું છે. જેમાં રાજકુમાર રાવ અને મૌની રોયની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ (Rajkumar Rao)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ને લઇને ઘણા વ્યસ્ત ચાલી રહ્યાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલું આ ફિલ્મનું ધાંસૂ ટ્રેલરે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર ધમાલ માચીવ દીધી છે. ફિલ્મનું ટ્રેલર એટલું જબરજસ્ત છે કે, તમે તેને દોઇને હસી હસીને થાકી જશો. હવે આ વચ્ચે ફિલ્મનું બીજુ સોન્ગ ‘સનેડો’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ફિલ્મનું પ્રથમ સોન્ગ ઓઢણી રિલીધ કરવામાં આવ્યું હતું.

fallbacks

આ પણ વાંચો:- મહિલાઓ સાથે બેડ શેર કરશે પુરૂષ, 'BIGG BOSS 13'માં થયા આ 5 ફેરફાર

આ સોન્ગમાં રાજકુમારની સાથે મોની રોય જોવા મળી રહી છે. સોન્ગમાં મોની રોયની સાથે રાજકુમાર પણ જબરજસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. આ સોન્ગને મીકા સિંહ, નિકિતા ગાંધી અને બેની દયાલે ભેગા મળીને ગાયું છે. સોન્ગમાં સચિન-જિગરે તેમનું મ્યૂઝિક આપ્યું છે. ત્યારે, તેના લિરીક્ષ નરેન ભટ્ટ અને જિગર સરૈયાએ તૈયાર કર્યા છે. તેમને જણાવી દઇએ કે, રાજકુમાર રાવની આ ફિલ્મ કોમેડીનો ફ્લેવર તો આપે જ છે સાથે સાથે બજારવાદ પર પણ ભારે નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો:- RKS ભદોરિયા બન્યા ભારતીય વાયુસેનાના પ્રમુખ, કહ્યું- રાફેલ ગેમ ચેન્જર સાબિત થશે

રાજકુમાર અહીં એક એન્ટરપ્રન્યોરની ભૂમિકામાં છે. ટ્રેલર જોઇને સમજી જશો કે તેમને નવા નવા બિઝનેસ આઇડિયાઝ લોકોને લોટપોટ કરશે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાત મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઈરાની અને સુમિત વ્યાસ પણ મુખ્ય રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રીલિઝ થવાની છે.

જુઓ Live TV:-

બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More