Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ નહીં થાય માજીદ મજીદીની ફિલ્મ, 'મુહમ્મદઃ ધ મેસેન્જર ઓફ ગોડ', લાગ્યો પ્રતિબંધ

જે દિવસથી ફિલ્મ રિલીઝના સમાચાર આવ્યા છે ત્યારથી રજા એકેડમીએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. એકેડમીના કેટલાક લોકો ડોન સિનેમાના માલિક મહમૂદ અલીને આ મામલામાં મળીને આવ્યા હતા. 

રિલીઝ નહીં થાય માજીદ મજીદીની ફિલ્મ, 'મુહમ્મદઃ ધ મેસેન્જર ઓફ ગોડ', લાગ્યો પ્રતિબંધ

મુંબઈઃ ઓનલાઇન રિલીઝ થનારી ફિલ્મ માજીદ મજીદી  (Majid Majidi) દ્વારા ડાયરેક્ટેડ વિવાદિત 'મુહમ્મદઃ ધ મેસેન્જર ઓફ ગોડ  (Muhammad the Messenger of God)' પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તત્કાલ પ્રતિબંધ લગાવી દીધો છે અને ડોન સિનેમાના પોર્ટલને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી 21 જુલાઈએ ફિલ્મ રિલીઝ થવાની હતી. 

fallbacks

જે દિવસથી ફિલ્મ રિલીઝના સમાચાર આવ્યા છે ત્યારથી રજા એકેડમીએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. એકેડમીના કેટલાક લોકો ડોન સિનેમાના માલિક મહમૂદ અલીને આ મામલામાં મળીને આવ્યા હતા. મહમૂદ અલીએ તેમને કહ્યુ હતુ કે, ફિલ્મના કોપીરાઇટ અમારી પાસે છે પરંતુ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને દેખાડવામાં આવી રહી છે. પહેલા તમે બધા તેને રોકો પછી હું રિલીઝ કરીશ નહીં.

fallbacks

પ્રતિબંધ પર ડોન સિનેમાના માલિક મહમૂદ અલીએ જણાવ્યુ કે, કમિશનરે તેમને પોતાના કાર્યાલય બોલાવ્યા છે, ત્યાંથી તેઓ ગૃહમંત્રીને મળવાનો સમય માગશે. તેમણે આગળ કહ્યુ કે, મને સમજાતુ નથી કે જ્યારે આ વિષય પર પહેલા પણ ઘણી ફિલ્મો બની ચુકી છે અને વિશ્વએ જોઈ તેની પ્રશંસા કરી છે પછી મારી ફિલ્મ પર આટલો વિરોધ કેમ. જ્યારે મેં એકેડમી વાળાને કહ્યું કે, તમે લોકો એકવાર ફિલ્મ જુઓ ત્યારબાદ જો તમારો કોઈ વિરોધ હોય તો હું ફિલ્મ રિલીઝ કરીશ નહીં. 

fallbacks

આગળ મહમૂદ અલીએ કહ્યુ કે, આપણે એક લોકશાહી દેશના નિવાસી છીએ અને મને દેશના કાયદા પર વિશ્વાસ છે કે તે અમારી સાથે ન્યાય કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More