Home> Entertainment
Advertisement
Prev
Next

જુહી પરમાર અને સચિન શ્રોફ સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા સામે

હાલમાં એક ટોક શો દરમિયાન જુહીએ અંગત જીવનની માહિતી જાહેર કરી છે

જુહી પરમાર અને સચિન શ્રોફ સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા સામે

મુંબઈ : ટેલિવિઝનની દુનિયાની ફેમસ સેલિબ્રિટી એક્ટ્રેસ જુહી પરમાર પતિ સચિન શ્રોફ સાથે ડિવોર્સ લઈ લહી છે. જુહીને ટેલિવિઝન સિરિયલ કુમકુમથી ખાસ ઓળખ મળી હતી. જુહી અને સચિને 2009માં લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા સમય પછી જ બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા. જોકે જુહીએ થોડા મહિના પહેલાં જણાવ્યું હતું કે તે અને સચિન ઘણા સમયથી અલગ રહે છે અને બહુ જલ્દી તેમની વચ્ચે ડિવોર્સની કાર્યવાહી શરૂ થઈ જશે. 

fallbacks

VIDEO : બસની અંદર બેઠી હતી વ્યક્તિ અને એકાએક બેગમાં થયો બ્લાસ્ટ

જુહી અને સચિનની એક દીકરી પણ છે જે જુહીની સાથે રહે છે. થોડા સમય પહેલાં જુહીએ એક ટોક શોમાં રાજીવ ખંડેલવાલ સાથે પોતાના ડિવોર્સ તેમજ સચિન સાથેના પોતાના સંબંધો વિશે સ્પષ્ટપણે વાત કરી હતી. આ દરમિયાન જ તેણે કહ્યું હતું કે તેને 25 જુને સચિનથી ડિવોર્સ મળી જશે. જુહી 'કુમકુમ' સિવાય બીજા રિયલિટી શોનો હિસ્સો બની હતી. મળતી માહિતી પ્રમાણે જુહી અને સચિને પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. 

જુહી અને સચિને 2009માં જયપુરમાં લગ્ન કર્યારહતા. બંનેએ જયપુરમાં રોયલ વેડિંગ કર્યા હતા અને વેલેન્ટાઇન્સ ડેના દિવસે સગાઈ કરી હતી. રિપોર્ટ પ્રમાણે એક ઇન્ટરવ્યૂમાં સચિને કહ્યું હતું કે જુહી શોર્ટ ટેમ્પર્ડ છે અને વારંવાર ગુસ્સે થઈ જાય છે. સામા પક્ષે જુહીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સચિનને ભુલવાની બીમારી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More