મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ માહી ગિલ હંમેશા પોતાના બોલ્ડ પાત્રોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં માહીએ પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. માહીએ હાલમાં નવભારત ટાઇમ્સમાં ખુલાસો કર્યો છે કે તે લિવ ઇન રિલેશનશીપમાં છે અને તેને ત્રણ વર્ષની એક દીકરી પણ છે.
માહીએ વધુમાં કહ્યું હતું કે તે અને તેનો બોયફ્રેન્ડ ટૂંક સમયમાં લગ્ન કરશે. જોકે, લગ્ન કરવાથી કે ના કરવાથી તેમના સંબંધોને કોઈ ફેર પડતો નથી. તેમને આઝાદી તથા સ્પેસ બંનેની જરૂરિયાત છે. તેઓ એકબીજાને માન આપે છે અને તેઓ લાંબા સમયથી લીવ-ઈનમાં રહે છે. લગ્ન પણ કરી જ લેશે.
તુટી ગયું સ્વરા ભાસ્કરનું દિલ ! 5 વર્ષની રિલેશનશીપ પછી હિમાંશુ શર્મા સાથે બ્રેકઅપ
માહીએ વિશેષ માહિતી આપતા કહ્યું છે કે તેની દીકરીનું નામ વેરોનિકા છે. માહીની દીકરી મુંબઈમાં રહે છે અને એક્ટ્રેસની આંટી તેની દેખરેખ રાખે છે. હાલમાં માહી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે