નવી દિલ્હી : આ વર્ષની શરૂઆતમાં બોક્સઓફિસ પર ટોટલ ધમાલ મચાવી ચુકેલો અજય દેવગન ફરી કોમેડી ફિલ્મ સાથે આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દે 17મેના દિવસે એટલે કે શુક્રવારે રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં મોટા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ પર સેન્સરની કાતર ચાલી છે.
કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ? આવી ચર્ચા ચાલી છે કારણ કે...
મળતી માહિતી પ્રમાણે ફિલ્મને સેન્સર બોર્ડ યુ/એ સર્ટિફિકેટ આપ્યું છે. જોકે આ સર્ટિફિકેટ આપવાની સાથેસાથે એમાં 3 બદલાવ પણ કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે ફિલ્મના ગીત વડ્ડી શરાબનમાં સુધારો સુચવ્યો છે અને હિરોઇન રકુલ પ્રીત સિંહના હાથમાં વ્હિસ્કીના બદલે ફુલ આપવાનું કહ્યું છે. આ સાથે સેન્સર બોર્ડે ફિલ્મના બે સંવાદો સામે પણ વિરોધ નોંધાવ્યો છે.
આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 17 મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે